જિનેવાઃ વિશ્વ સ્વાસ્થય સંગઠનના (WHO) મહાનિર્દેશક ટેડ્રોસ અલોમ ગેબ્રેયેસસે કહ્યું કે, યૂરોપીય દેશોને કોવિડ 19ના તમામ દર્દીઓને શોધવા, તેમને ક્વોરન્ટાઇનમાં રાખવા અને પરીક્ષણ ઉપરાંત તેની સારવાર કરવી જોઇએ.
WHOના પ્રમુખે એક વર્ચુઅલ સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે, યૂરોપમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે લૉકડાઉનમાં રાહત આપવામાં આવી રહી છે. અમે દેશોને આગ્રહ કરીએ છીએ કે, સતત કોરોના સંક્રમિત લોકોને શોધવા અને તેમને અલગ કરવા, તથા તેમની તપાસ અને સારવાર કરવી જોઇએ. આ સાથે જ સંક્રમિતોના સંપર્કમાં આવેલા તમામની પણ શોધખોળ કરવી જોઇએ. જેથી કોરોનાની સંખ્યામાં ઘટાડો યથાવત રહે.
ટ્રેડોસે કહ્યું કે, જો કે, તેમાં કોઇ બે મત નથી કે, લૉકડાઉન અને સોશિયલ ડિસટન્સથી કેટલાય દેશોએ કોરોનાના કેસમાં કાબુ મેળવ્યો છે.
તેમણે આગળ કહ્યું કે, શરુઆતી તબક્કે એ ખબર પડવી જોઇએ કે, દુનિયાની સૌથી વધુ આબાદી વાઇરસ પ્રતિ અસંવેદનશીલ બની છે.
ટ્રેડોસે ટ્વીટ કરીને કહ્યું કે, કોવિડ 19 મહામારીને સમાપ્ત કરવા માટે દુનિયાના રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તર પર એક્તા અને એકજૂથતાની જરુર છે, જેથી સમાધાન અને ઉપાયો સુધી બધા સુનિશ્ચિત બને અને દેશોમાં તૈયારી અને સ્વાસ્થય પ્રાણાલિઓને મજબુત બનાવી શકાય.
WHO અનુસાર યૂરોપમાં કુલ 1,341,851 પુષ્ટ કેસ સામે આવ્યા છે, જેમાં 1,22,218ના મોત થયા છે. આ વચ્ચે સમગ્ર દુનિયામાં કોરોના સંક્રમણના 30,64,830 કેસ સામે આવ્યા છે. જેમાં 2,11,609 લોકોના મોત થયા છે.