બ્રિટિશ ટ્રેન સંચાલન કરનાર દક્ષિણ પશ્ચિમ રેલ્વે (SWR)south western railwayના કર્મચારીઓએ 27 દિવસની હડતાળ શરૂ કરી છે. આ હડતાળના કારણે ટ્રેનથી અવર-જવર કરનારા અંદાજે 1.6 કરોડ યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
આ હડતાળના કારણે (SWR)ની અંદાજે 850 ટ્રેન રદ કરવામાં આવશે. (SWR) દેશની સૌથી વ્યસ્ત રેલ નેટવર્કમાંથી એક છે.(SWR) લંડન, સરે, હૈમ્પશાયર, બર્કશાયર, વિલ્ટશાયર, ડોરસેટ અને ડેવોનમાં એક દિવસમાં 1,850 ટ્રેનનું સંચાલન કરે છે. આ હડતાળ રેલ, રેલ મેરીટાઈમ એન્ડ રોડ (RMT) યૂનિયન અને (SWR) વચ્ચે ટ્રેનમાં ગાર્ડની સુવિધા નથી. જેને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
સંઘની માંગ છે કે, ગાર્ડ દરવાજાના કામકાજ પર દેખરેખ રાખવી જોઈએ અને અન્ય સુરક્ષા કામગીરી કરવી જોઈએ. (SWR) મેનેજિંગ ડિરેક્ટર એન્ડી મેલર્સે કહ્યું કે, આ પગલું બિનજરૂરી છે. તેમણે કહ્યું કે ,આવતા વર્ષે આધુનિક નવી ટ્રેનો શરૂ થાય તે પહેલાં આ મુદ્દાને હલ કરવાની જરૂર છે. હડતાળના કારણે ટ્રેનો રદ કરવાથી યાત્રિકો પરેશાન છે.
ટ્રેન રદ કરવી, કામગીરીમાં વિલંબ અને ભીડની ફરિયાદ અંગે યાત્રિકોએ ટ્વિટર પર તેમની પ્રતિક્રિયા આપી છે.