- યુકેની પ્રિન્સેસ યુજીનીએ બેબી બોયને આપ્યો જન્મ
- બકિંગહામ પેલેસમાં મંગળવારે બાળકની જાણકારી આપવામાં આવી
- રાજકુમારી યૂજીનીનું આ પ્રથમ બાળક
લંડન: બ્રિટનના રાજકુમારી યૂજીનીએ એક બાળકને જન્મ આપ્યો છે. બકિંગહામ પેલેસમાં મંગળવારે આ વાતની જાણકારી આપવામાં આવી હતી.
યુકેની રાજકુમારી યૂજીની માતા બની
યૂજીની મહારાણી એલિઝાબેથ દ્વિતીયની પૌત્રી છે. રાજકુમારી અને તેના પતિ જેક બ્રૂક્સબેન્કે મંગળવારે સવારે લંડનના પોર્ટલેન્ડ હોસ્પિટલમાં બાળકને આવકાર્યું હતું. યુજીનીના માતા-પિતા પ્રિન્સ એન્ડ્ર્યુ અને ડચેસ ઓફ યોર્ક સારા છે. આ રાજકુમારીનું પ્રથમ બાળક છે. યુજીનીએ ઓક્ટોબર 2018 માં વિન્ડસર કૈસલના સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે બિઝનેસમેન, જેક બ્રૂક્સબેંક સાથે લગ્ન કર્યા હતા.