બોરિસ જોનસને બ્રિટનમાં મોટી જીત મેળવી છે. PM મોદીએ તેમની જીત બદલ શુભેચ્છા પાઠવી છે.
શુક્રવારે એક્ઝિટ પોલના અંદાજ મુજબ, કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર જોહન્સનની જીત, બ્રેક્ઝિટ ઉપરની અનિશ્ચિતતાને સમાપ્ત કરશે.
જોનસનની જીત બાદ બ્રિટનને આવતા મહિનાના અંત સુધીમાં યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવામાં મદદ મળશે. જોનસને લંડનમાં યૂક્સબ્રીજ અને સાઉથ રુઈસ્લિપ(Uxbridge and South Ruislip) પર પોતાની બેઠકોમાં જીત મેળવી છે.
પોતાની જીત બાદ જોનસને પોતાની પાર્ટી માટેના અક્ષેપિત જીતને 'શક્તિશાળી નવો જનાદેશ' ગણાવ્યો. તેમણે જનાદેશને યૂરોપીય સંઘ છોડવાના પોતાના કરાર સાથે આગળ વધવાના રૂપમાં સ્વીકાર કર્યો છે.