લંડન (યુનાઇટેડ કિંગડમ): બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન જે સતત કોરોના વાઈરસ લક્ષણોને લીધે હોસ્પિટલમાં હતાં, તેમને હાલ વિશેષ સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. 55 વર્ષના જ્હોન્સને યુકેના વિદેશ સચિવ ડોમિનિક રાબને સોમવારે લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (IUC)માં ખસેડવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન તેમના માટે પદનિર્ધારિત કરવા જણાવ્યું હતું.
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સોમવારે બપોરે વડાપ્રધાનની હાલત કથળી હતી અને તેમની તબીબી ટીમની સલાહથી તેમને હોસ્પિટલના આઈસીયુ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને વિદેશ સચિવ ડોમિનિક રાબને કહ્યું છે કે, જે રાજ્યના પ્રથમ સચિવ છે, તેઓને જરૂરીયાત હોય ત્યારે તેમના માટે દિશા નિર્દેશ કરેે.
રાબેએ કામચલાઉ ચાર્જ લીધા બાદ જણાવ્યું હતું કે, સરકારની અંદરની "ટીમ સ્પિરિટ" રોગચાળાને થભાવવાની જ્હોન્સનની યોજનાઓને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાનની પાછળ અવિશ્વસનીય ટીમની ભાવના છે અને વડાપ્રધાને અમને જે બધી યોજનાઓ વહેલી તકે અમલમાં મૂકવાની સૂચના આપી હતી. તે સુનિશ્ચિત કરીશું અને આખા દેશના હિતમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીશું.
ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે, જ્હોન્સન ઉત્તમ સારવાર મળી રહી છે, જેના માટે તે તમામ રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ)ના કર્મચારીઓને તેમની મહેનત અને સમર્પણ માટે આભાર માન્યો હતો. સોમવારે દિવસની શરૂઆતમાં જ્હોન્સને હોસ્પિટલમાંથી સંદેશ આપ્યો હતો કે, હું સારો થઈ જઇશ, રવિવારની રાત્રે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં હું રાત્રેના સમયે વિવિધ પ્રધાન મંડળ સાથે સંપર્કમાં હતાં.