- કોવેક્સિનને ઓસ્ટ્રેલિયન સરકારે આપી મંજૂરી
- કોવેક્સીનનો ડોઝ લેનારા પ્રવાસીઓને નહી રહેવું પડે ક્વોરન્ટાઇન
- અગાઉ ઓમાને કોવેક્સિન રસીને આપી હતી મંજૂરી
નવી દિલ્હી : ભારત બાયોટેકની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયન સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે પ્રવાસીઓએ કોવેક્સીનનો ડોઝ લીધો હશે, તેઓ ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશ્નર બેરી ઓ'ફેરેલ એઓએ આ માહિતી આપી હતી.
નિઃસંકોચ ઓસ્ટ્રેલિયામાં એન્ટ્રી
બેરી ઓ'ફેરેલ એઓએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન સરકારે પ્રવાસીઓના રસીકરણની સ્થિતિ સ્થાપિત કરવાના હેતુસર ભારત બાયોટેકના કોવેક્સિનને મંજૂરી આપી છે. હવેથી, જે મુસાફરોએ કોવેક્સીનનો ડોઝ લીધો છે, તેઓ નિઃસંકોચ ઓસ્ટ્રેલિયામાં એન્ટ્રી લઈ શકશે.
WHO તરફથી લીલી ઝંડી
ઉલ્લેખનીય છે કે, કોવેક્સીનને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તરફથી લીલી ઝંડી મળી નથી. ભારત બાયોટેકે એપ્રિલમાં ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ માટે અરજી કરી હતી. કોવિશિલ્ડે ઓસ્ટ્રેલિયામાં પહેલાથી જ પરવાનગી મેળવી લીધી છે.
ઓમાને કોવેક્સિન રસીને આપી મંજૂરી
ઑસ્ટ્રેલિયા પહેલાં, ઓમાને કોવેક્સિન રસી લેનારા પ્રવાસીઓને પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. ભારત બાયોટેકે ટ્વિટર પર લખ્યું હતું કે, 'કોવેક્સિન રસી લેનારાઓ માટે ક્વોરન્ટાઇનની જરૂરિયાત વિના ઓમાનની પ્રવાસીઓ માટે માન્ય કોવિડ-19 રસીની સૂચિમાં સામેલ કરવામાં આવી છે. આનાથી ભારતથી ઓમાન જતા પેસેન્જરોને સુવિધા મળશે જેમને રસીની રસી મળી છે.
આ પણ વાંચો: