ETV Bharat / international

રાફેલ ડીલને લઇને ફ્રેન્ચ મેગેઝિન મીડિયાપાર્ટે કર્યો વધુ એક ચોંકાવનારો ખુલાસો - રાફેલ ડીલમાં લાંચનો દાવો

ફ્રેન્ચ મેગેઝિન મીડિયાપાર્ટે (Mediapart) રાફેલ ડીલ (Rafale Deal)માં લાંચ લેવાના નવા પુરાવાનો દાવો કર્યો છે. ઓનલાઈન મેગેઝિન મીડિયાપાર્ટે ડીલ સંબંધિત કથિત નકલી ઈન્વોઈસ (Invoice) પ્રકાશિત કર્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નકલી બિલ દ્વારા વચેટિયાને લગભગ 65 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

રાફેલ ડીલને લઇને ફ્રેન્ચ મેગેઝિન મીડિયાપાર્ટે કર્યો વધુ એક ચોંકાવનારો દાવો

author img

By

Published : Nov 8, 2021, 6:00 PM IST

  • રાફેલ ડીલને લઇને વધુ એક ખુલાસો
  • મીડિયાપાર્ટે ડીલના નકલી ઇનવોઇસ પ્રકાશિત કર્યા
  • સુશેન ગુપ્તાને ઓછામાં ઓછા 7.5 મિલિયન યુરો ચૂકવવામાં આવ્યા હોવાનો દાવો

નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ (Rafale Deal) શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. કોંગ્રેસ સતત ભાજપ પર નિશાન સાધી રહી છે. હવે ફ્રેન્ચ મેગેઝિન મીડિયાપાર્ટે (Mediapart) રાફેલ ડીલમાં લાંચ લેવાના નવા પુરાવાનો દાવો કર્યો છે.

સુશેન ગુપ્તાને ઓછામાં ઓછા 7.5 મિલિયન યુરો ચૂકવ્યા

ફ્રેન્ચ ઓનલાઈન મેગેઝિન મીડિયાપાર્ટે રવિવારના રોજ રાફેલ ડીલ અંગે કથિત નકલી ઈનવોઈસ (Duplicate Invoice) પ્રકાશિત કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફ્રેન્ચ એરક્રાફ્ટ મેકર દસોલ્ટ એવિએશન દ્વારા વચેટિયા સુશેન ગુપ્તાને ઓછામાં ઓછા 7.5 મિલિયન યુરો ચૂકવ્યા હતા. જેથી ભારત સાથે 59,000 કરોડની કિંમતના 36 રાફેલ ફાઈટર જેટનો સોદો કરવામાં મદદ મળી શકે. આ રકમ 2007થી 2012 વચ્ચે આપવામાં આવી હતી.

CBI અને EDને પણ જાણ હતી

મીડિયાપાર્ટના અહેવાલમાં જણાવાયું છે કે, દસ્તાવેજો હોવા છતાં ભારતીય એજન્સીઓએ આ મામલાને આગળ ન વધવા દેવાનો નિર્ણય કર્યો હતો. મીડિયાપાર્ટે અહેવાલમાં જણાવ્યું હતું કે 'આમાં ઓફશોર કંપનીઓ, શંકાસ્પદ કોન્ટ્રાક્ટ્સ અને ખોટા ઇનવોઇસનો સમાવેશ થાય છે.' મીડિયાપાર્ટે એવો પણ દાવો કર્યો છે કે, ઑક્ટોબર 2018થી CBI અને EDને પણ ખબર હતી કે વચેટિયાને 7.5 મિલિયન યુરો (લગભગ 65 કરોડ રૂપિયા)નું કમિશન ચૂકવવામાં આવ્યું હતું. દસોલ્ટ એવિએશને આ બધું માત્ર એટલા માટે કર્યું કે ડીલ થઈ શકે. મીડિયાપાર્ટના જણાવ્યા મુજબ, 5 મહિના પહેલા સોદામાં શંકાસ્પદ ભ્રષ્ટાચાર અને પક્ષપાતની તપાસ કરવા માટે ફ્રેન્ચ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી હતી.

એપ્રિલમાં પણ કર્યો હતો ખુલાસો

એપ્રિલ 2021ના અહેવાલમાં ઓનલાઈન જર્નલે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે એવા દસ્તાવેજો છે, જેમાં સાબિત થાય છે કે દસોલ્ટ એવિએશન અને તેના ઔદ્યોગિક ભાગીદાર થેલ્સ અને એક ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ ફર્મે આ સોદાના સંબંધમાં વચેટિયા ગુપ્તાને 'ગુપ્ત કમિશન' તરીકે અનેક મિલિયન યુરો ચૂકવ્યા હતા.

મોટાભાગની ચૂકવણી 2013થી પહેલા કરવામાં આવી

એપ્રિલના રિપોર્ટ પ્રમાણે મોટાભાગની ચૂકવણી 2013થી પહેલા કરવામાં આવી હતી. સુશેન ગુપ્તાથી સંબંધિત એક એકાઉન્ટિંગ સ્પ્રેડશીટ અનુસાર એક એકમ જેને કોડવર્ડમાં ફક્ત D કહેવામાં આવે છે તેને નિયમિત રીતે દસોલ્ટ એવિએશનને નામાંકિત કરવા માટે 14.6 મિલિયન યુરોની ચૂકવણી કરવામાં આવી. એપ્રિલમાં એક અન્ય રિપોર્ટમાં મીડિયાપાર્ટે દાવો કર્યો હતો કે, દસોલ્ટ એવિએશને રાફેલ જેટના 50 મોટા પ્રતિકૃતિ મોડેલના નિર્માણ માટે ગુપ્તાને 1 મિલિયન યુરોની ચૂકવણી કરી, ભલે યોજના નિર્માતાએ ફ્રેન્ચ ભ્રષ્ટાચાર-વિરોધી એજન્સીના નિરીક્ષકોને આપ્યા હતા. ફ્રેન્ચ એન્ટીકરપ્શન પાસે એ વાતના કોઈ પુરાવા નથી કે આ મોડલ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને નોટબંધી પર ઉઠાવ્યા પ્રશ્નો, PM મોદી પર કર્યા પ્રહાર

આ પણ વાંચો: પુલવામામાં CRPF જવાને ખુદની રાઇફલથી ગોળી મારીને કરી આત્મહત્યા, 5 પેજની લખી સુસાઇડ નોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.