ETV Bharat / international

એપ્રિલમાં દરરોજ 80 હજાર નવા કેસ આવ્યા: ડબ્લ્યુએચઓ - કોવિડ 19 ના કુલ કેસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલમાં એપ્રિલમાં દરરોજ લગભગ 80 હજાર કોરોના કેસ નોંધાયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે પશ્ચિમ યુરોપમાં કોરોનાના કિસ્સામાં ઘટાડો થયો છે.

કોરોના
કોરોના
author img

By

Published : May 7, 2020, 5:07 PM IST

યુનાઇટેડ નેશન્સ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે, એપ્રિલમાં દરરોજ સરેરાશ 80,000 કેસ કોવિડ-19ના સામે આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે પશ્ચિમ યુરોપમાં કોરોનાના કિસ્સામાં ઘટાડો થયો છે.

ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ અધનોમ ધેબ્રેયેસસએ બુધવારે કહ્યું હતું કે, દેશોએ તેમના પ્રદેશોમાં બહારથી આવતા રોગના દરેક પ્રકારનાં ભયનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને સમૂદાયોએ પરિસ્થિતિમાં પરિવર્તન અંગે સંપૂર્ણ જાગૃત રહેવું જોઈએ.

તેમણે બુધવારે જિનેવામાં જણાવ્યું હતું કે, ડબ્લ્યુએચઓ મુજબ 35 લાખથી વધુ લોકોને કોવિડ -19થી સંક્રમિત થયા છે અને બે લાખ 50 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. એપ્રિલની શરૂઆતથી, દરરોજ આશરે 80,000 નવા કેસ નોંધાયા છે.

ડબ્લ્યુએચઓ ડાયરેક્ટર જનરલે કહ્યું હતું કે, સંક્રમણ થયેલો દરેક વ્યક્તિ કોઇ એક કેસ નહીં, સંક્રમિત દરેક વ્યક્તિ એક માતા, પિતા, પુત્ર, પુત્રી, એક ભાઈ, એક બહેન અથવા એક મિત્ર છે.'

તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ યુરોપમાં ચેપ લાગતા લોકોની સંખ્યા ઓછી થઈ રહી છે. પરંતુ પૂર્વ યુરોપ, આફ્રિકા, દક્ષિણ-પૂર્વ એશિયા, પૂર્વી ભૂમધ્યાસાગર અને ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં કેસ વધી રહ્યા છે.

તેમણે કહ્યું કે, તપાસની સંખ્યામાં વધારો થતાં સંક્રમણના કેસોની સંખ્યા વધી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.