અમદાવાદઃ :યુરોપ ખંડના મધ્યે આવેલ માત્ર 90 લાખની વસ્તી ધરાવતાં બેલારુસ દેશમાં અન્ય યુરોપિયન દેશોની જેમ માત્ર એક મહિના જેટલા ટૂંક સમયમાં જ કોવિદ -19નો બૉમ્બ ફૂટતાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 13,000 કરતાં વધારે છે. આ દેશ એ યુરોપખંડનો એક માત્ર દેશ છે. જેની સરકાર દ્વારા દેશમાં લૉક ડાઉન લાવવામાં આવ્યું નથી. ત્યાં હાલમાં સંપૂર્ણપણે સ્કૂલ, કૉલેજ, પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા મોલ જેવી જગ્યાઓ સંપૂર્ણપણે ઓપન છે.
ગુજરાતના 300 વિદ્યાર્થીઓ બેલારુસમાં ફસાયાં, ચિંતિત વાલીઓએ સરકારને કરી અપીલ
વિશ્વભરમાં કોરોના વાયરસની મહામરીએ કાળો કેર મચવ્યો છે, ત્યારે યુરોપ ખંડમાં આવેલા બેલારુસ દેશને પણ આ મહામારીએ લપેટમાં લઇ લીધો છે. આ દેશમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતાં ગુજરાતના 300 તથા સમગ્ર ભારતમાંથી 700 એમ કુલ 1000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયાં છે.