ETV Bharat / international

Happy Diwali 2021: બાઈડેન, બોરિસ સહિત વિશ્વના ઘણા નેતાઓએ પાઠવી દિવાળીની શુભકામનાઓ - US President Joe Biden

વિશ્વભરમાં દિવાળીના તહેવાર (Diwali 2021) માં લોકો ધૂમ મચાવી રહ્યા છે. US પ્રમુખ, UKના વડાપ્રધાન સહિત વિશ્વની ઘણી મોટી હસ્તીઓએ ભારતને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.

Happy Diwali 2021
Happy Diwali 2021
author img

By

Published : Nov 5, 2021, 6:51 AM IST

  • વિશ્વના ઘણા નેતાઓએ પાઠવી દિવાળીની શુભકામનાઓ
  • US પ્રમુખ, UKના વડાપ્રધાન સહિત વિશ્વની ઘણી મોટી હસ્તીઓએ શુભકામનાઓ પાઠવી
  • હિન્દુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોને દિવાળીની શુભેચ્છા: બાઈડેન

નવી દિલ્હી: US પ્રમુખ જો બાઈડેન (Joe Biden), UKના વડાપ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson) અને અન્ય ઘણી અગ્રણી હસ્તીઓએ દિવાળીના અવસર પર ભારતીય નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. બાઈડેનની ઓફિસે ટ્વીટ કર્યું કે, હું ઈચ્છું છું કે દિવાળીનો પ્રકાશ આપણને અંધકારથી આગળ જ્ઞાન, વિવેક અને સત્ય લાવે. વિભાજનની આગળ એકતા છે. નિરાશાની આગળ આશા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકા અને સમગ્ર વિશ્વમાં આ તહેવારની ઉજવણી (Happy Diwali 2021) કરી રહેલા હિન્દુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોને દિવાળીની શુભેચ્છા.

આ પણ વાંચો: Diwali 2021 : ભારત અને પાકિસ્તાનની સેનાઓએ એકબીજાને મીઠાઈની આપી ભેટ

વિશ્વમાં પ્રકાશના તહેવારની ઉજવણી કરી રહેલા દરેકને દિવાળીની શુભકામનાઓ: કમલા હેરિસ

USના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે એક વીડિયો સંદેશમાં લોકોને પ્રકાશનું સન્માન કરવા અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો હાથ લંબાવવાની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, અમેરિકા અને સમગ્ર વિશ્વમાં પ્રકાશના તહેવારની ઉજવણી (Happy Diwali 2021) કરી રહેલા દરેકને દિવાળીની શુભકામનાઓ.

આ પણ વાંચો: ETV Bharat તરફથી તમામ દર્શકોને નવા વર્ષ રામ રામ....

ભારતના મિત્રોને દિવાળીની શુભકામનાઓ: બોરિસ જોન્સન

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને (Boris Johnson) કહ્યું કે, બ્રિટન અને સમગ્ર વિશ્વમાં દિવાળી અને બંદી છોડ દિવસ (Bandi Chhor Diwas) ની ઉજવણી કરનારા લોકોને અભિનંદન. હું આશા રાખું છું કે, દિવાળી અને બંદી છોડ દિવસ (Bandi Chhor Diwas) અમારા શીખ મિત્રો માટે ખાસ છે. હું UKના હિંદુઓ, શીખો, જૈનોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેમણે છેલ્લા 18 મહિનામાં નબળા લોકોને મદદ કરી છે. તેમણે કહ્યું કે, હું ઈચ્છું છું કે બ્રિટનમાં દરેકને અને વિશ્વભરના લોકોને, ખાસ કરીને ભારતના મિત્રોને દિવાળીની શુભકામનાઓ.

ઈઝરાયલના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે તેમના મિત્ર અને ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

ટિમ કૂક અને સુંદર પિચાઈએ પાઠવી શુભકામના

એપલના CEO ટિમ કૂક અને ગૂગલના CEO સુંદર પિચાઈ અને અન્ય ઘણી હસ્તીઓએ પણ દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.