તાઈપેઃ સાંઇ ઇંગ વેને તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકેની સતત બીજી ટર્મની શરૂઆત કરી હતી. સાંઇ બુધવારે રાષ્ટ્રપતિ પદના બીજા કાર્યકાળની શરૂઆતના અવસરે યોજાયેલા કાર્યક્રમ બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
સાઇ શાસકપક્ષ 'ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી'નું પ્રતિનિધિત્વ કરે છે, જે તાઇવાનની ઔપચારિક સ્વતંત્રતાની તરફેણ કરે છે. જ્યારે ચીન તેની વિરુદ્ધ છે અને કહે છે કે, તે તેને રોકવા માટે કંઈ પણ કરી શકે છે.
સાઈ એશિયામાં એકમાત્ર આધુનિક મહિલા નેતા છે, જે કોઈ રાજકીય કુટુંબનો ભાગ ન હોવા છતાં ટોચનાં પદ પર પહોંચ્યાં છે.