ETV Bharat / international

સિંગાપોરમાં કોવિડ-19: વડાપ્રધાને કહ્યું 'તોફાન રોકાયુ નથી' - કોરોના વાયરસ સિંંગાપુર

સિંગાપોરના વડાપ્રધાન લી સિયન લૂંગે જણાવ્યું કે કોરોના વાઇરસ હજુ રોકાયો નથી. તેનો ભય હજુ પણ છે અને સિંગાપોરમાં હજુ વાઇરસના સંક્રમણના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેથી આપણે ખૂબ જ સાવધાન રહેવું પડશે.

સિંગાપોરમાં કોવિડ-19: વડાપ્રધાને કહ્યું 'તોફાન રોકાયુ નથી'

author img

By

Published : Mar 28, 2020, 7:27 PM IST

સિંગાપોર: સિંગાપોરના વડાપ્રધાન લી સિયન લૂંગે શુક્રવારે કહ્યું હતું કે કોરોના વાઇરસના સંક્રમણના 49 નવા કેસો સામે આવ્યા છે. 'તોફાન હજી પૂરું થયું નથી', દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા વધીને 732 થઈ ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, 'તોફાન અટક્યું નથી. તેનો ભય હજુ પણ છે અને સિંગાપોરમાં હજુ પણ વાઇરસના સંક્રમણના કિસ્સાઓ સામે આવી રહ્યાં હોવાથી આપણે ખૂબ સાવધાન રહેવું પડશે.

વૈશ્વિક રોગચાળાથી પ્રભાવિત અર્થતંત્રને સંભાળવા માટે 48.4 અબજ સિંગાપોર ડોલરના બજેટની જાહેરાત કર્યા પછી વડાપ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે, અમે લડી રહ્યા છીએ અને સમસ્યા હજુ પણ ઉકલી નથી. અમે બધી વ્યવસ્થા કરી છે, પરંતુ તે પૂરતી સાબિત થઇ રહી નથી. ”

તેમણે કહ્યું કે, "તે ટુકડાઓમાં આવી રહ્યું છે, લોકો ઘરે પરત ફરી રહ્યા છે અને વાઇરસ હજુ પણ સિંગાપોરમાં પ્રવેશ કરી રહ્યો છે."

ઉલ્લેખનિય છે કે સિંગાપોરમાં કોવિડ -19ના દર્દીઓની સંખ્યા નવા કેસ સામે આવ્યા બાદ 732 થઈ ગઈ છે. તેમાંથી 17 લોકો હજી પણ હોસ્પિટલમાં છે, જેમની સ્થિતિ ગંભીર છે અને તેમને સઘન મોનિટરિંગ યુનિટ (આઈસીયુ)માં રાખવામાં આવ્યા છે.

આ દરમિયાન, કોરોના વાઇરસના સંકટને કારણે સિંગાપોર દ્વારા આયોજિત ઉચ્ચ-સ્તરના વાર્ષિક પ્રાદેશિક સુરક્ષા મંચની પાંચથી સાત જૂન યોજાનારી 'શાંગ્રી-લા વાર્તા' સમય પર નહિં થઇ શકે. સૂત્રો દ્રારા આ માહિતી શુક્રવારે જણાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.