ચીનઃ કોરોનાવાઈરસની કારણે બંધ રહેલા ચીનના શાંઘાઈ ડિજનીલેન્ડ પાર્કને ત્રણ મહિના બાદ ખોલવામાં આવ્યો છે. વોલ્ડ ડિજનીએ કોરોના વાઈરસના વધતા સંક્રમણને કારણે આ પાર્કનો બંધ કર્યો હતો, પરંતુ ત્રણ મહિના બાદ હવે આ પાર્કને ફરીથી ખોલવામાં આવ્યો છે.
કેટલાક નિયમોનું પાલન કરવાની શરતે શાંઘાઈ ડિજનીલેન્ડ પાર્ક ખોલવામાં આવ્યો છે. પાર્કમાં વોલ્ટ ડિજનીએ પ્રવાસીઓ અને કર્મચારીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તથા તાપમાન ચેક કરવા જેવા અનેક નિયમો બનાવ્યાં છે.
ચીનમાં કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઈ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનાથી પર્યટન પર ખરાબ અસર પડી હતી. આ સાથે જ એયરલાઈન, ક્રુજ જહાજ યાત્રા, થીમ પાર્ક અને સિનેમા ઘરો પણ બંધ થવાથી મોટા ભાગની કંપનીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
હોંગકોન્ગમાં શાંઘાઈ ડિજનીલેન્ડ અને ડિજની પાર્કને 25 જાન્યુઆરીના રોજ બંધ કરવામાં આવ્યો હતો. ચીનને કોરોના વાઈરસ પર નિયત્રંણ લઇ આવવા માટે લાખો લોકોને આઈસોલેશનમાં દાખલ કર્યા હતા.
નોંધનીય છે, કેલિફોર્નિયા સ્થિત ડિજની મુખ્યાલયે હજુ દુનિયાભરમાં રહેલા તેના પાર્ક ખોલવાની તારીખ અંગે કોઈ નિર્ણય લીધો નથી.