પાકિસ્તાન વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો છે. શાહે પત્રમાં લખ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના ભાગલાના ભારતના નિર્ણયને રદ્દ કરવામાં આવે.
વિદેશ કાર્યાલયએ સોમવારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે કુરેશીએ 31 ઓક્ટોબરે સરક્ષા પરિષદના અધ્યક્ષ તથા મહાસચિવ ઈંતોનિયો ગુતારેસને એક સવિસ્તાર પત્ર લખ્યો છે.
કુરેશીએ જમ્મુ-કાશ્મીરના ભાગલા રદ્દ કરવાના પાકિસ્તાનના નિર્ણયથી વાકેફ કર્યા, અને ભારત અને પાકિસ્તાનમાં યુનાઇટેડ નેશન્સ લશ્કરી નિરીક્ષક જૂથને મજબુત કરવા આહ્વાન કર્યું છે.