પજાબ નેશનલ બેંક (PNB) સાથે સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતના ભાગેડૂ જાહેર કરવામાં આવેલા હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજીને ફરી એકવાર યૂકે (યૂનાઇટેડ કિંગડમ)ની કોર્ટે નકારી કાઢી છે. આ દરમિયાન તેને જેલમાં બે વાર મારવામાં પણ આવ્યો હતો.
48 વર્ષીય બિઝનેસમેન નીરવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના વકીલે કહ્યું કે, નીરવને જેલમાં બે વાર મારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે નીરવની એકવાર એપ્રિલમાં અને બીજીવાર મંગળવારે મારઝૂડ થઇ હતી. દાવો કરવામાં આવ્યો છે કે જેલના જવાબદાર અધિકારીઓએ આ મામલે કોઇ પગલાં ભર્યા નથી.