ઈરાકી સેનાના જણાવ્યાનુસાર ગ્રીન ઝોનમાં સરકારી એજન્સી અને વિદેશી દૂતાવાસ આવેલ છે. જ્યાં અમેરિકા સહિત કેટલાક દેશોના દૂતવાસ આવેલા છે. રોકેટ હુમલો અમેરિકી દૂતાવાસ પાસે થયો છે.
સેનાએ ટ્વિટ કરી જાણકારી આપી છે. ગ્રીન ઝોનમાં 2 રોકટથી હુમલો કર્યો છે. ઈરાનની કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીના અમેરિકી હવાઈ હુમલામાં મોત બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ છે.
એક રોકેટ અમેરિકી દૂતાવાસથી અંદાજે 100 મીટર દૂર છે. હાલમાં કોઈ આ હુમલાની જવાબદારી લીધી નથી.
આ પહેલા 5 જાન્યુઆરીના રોજ પણ બગદાદમાં ગ્રીન ઝોનમાં ઈરાન સમર્થકો મિલિશિયાના કત્યૂશા રોકેટ છોડ્યા હતા. જેમાં કેટલાક અમેરિકી દૂતાવાસની અંદર પણ પડ્યા હતા.