રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આસિયાન દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠક, મીટિંગ પ્લસ (એડીએમએમ પ્લસ) અને સંરક્ષણ અને સુરક્ષા 2019 પ્રદર્શનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા થાઇલેન્ડમાં છે. આ તકે કહ્યું હતું કે, આ બેઠક અન્ય દેશો કરતા ભારત માટે વધુ મહત્વની છે.
ઉલ્લેખનીય છે કે, રાજનાથ આજે બેંગકોકમાં જાપાનના સંરક્ષણ પ્રધાન ટેરો કોનો સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ રાજનાથ અને યુએસ સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી.