ETV Bharat / international

રાજપક્સાની ભારત મુલાકાત: વિશ્વાસના અભાવને દૂર કરવાની કોશિશ - Armugam Thondaman

શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્સા શનિવારથી ચાર દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. શ્રીલંકાના નવા પ્રમુખ અને વડા પ્રધાન નિમણૂક પછી સૌથી નજીકના અને અગત્યના પડોશી દેશ ભારતની મુલાકાત લેતા હોય છે તે પરંપરા છે.

lankan-pm-to-visit-india-on-feb-7
lankan-pm-to-visit-india-on-feb-7
author img

By

Published : Feb 7, 2020, 10:19 AM IST

Updated : Feb 8, 2020, 9:36 PM IST

રાજપક્સાના નાના ભાઈ ગોટાબાયા નવેમ્બર 2019માં પ્રમુખ તરીકે જીત્યા હતા, ત્યારે તેમણે ભારતની મુલાકાત લીધી હતી. એ જ રીતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બીજી વાર વડા પ્રધાન બન્યા પછી શ્રીલંકાની મુલાકાત લઈને 'પડોશી પ્રથમ'ની વિદેશ નીતિનું અનુસરણ કર્યું હતું.

જોકે બંને ભાઈઓની મુલાકાત જુદી જુદી રહેશે, કેમ કે પ્રમુખ બનનારા નાના ભાઈ ગોટાબાયા રાજકારણ માટે નવા છે અને તેઓ પોતાની અલગ પ્રકારની છાપ ઊભી કરવા માગે છે. તેઓ વિદેશ નીતિમાં તટસ્થ દેખાવા માગે છે અને તેની પાછળ ઘણા કારણો પણ છે.

ગોટાબાયાના નજીકના સાથીઓનું કહેવું છે કે તેમના ભાઈની સરકારમાં સંરક્ષણ પ્રધાન તરીકે રહીને ગોટાબાયાએ ભારત સાથે સહકારથી કામ કર્યું હતું. લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઇલમ (એલટીટીઈ)ની સામેની લડાઈમાં ભારતે આપેલા સહકારને પણ તેમણે વખાણ્યું હતું. મે 2009માં લશ્કરી રીતે આખરે એલટીટીઈને હરાવી શકાયું હતું.

તેની સામે બીજી વાર વડા પ્રધાન બનેલા મહિન્દા સ્પષ્ટપણે ચીન તરફ ઢળેલા છે. અત્યારે શ્રીલંકાના વિદેશી સાથીઓની સંખ્યા ઓછી છે તે પણ જાણીતી વાત છે. શ્રીલંકા સામે યુદ્ધપશ્ચાતની જવાબદારી અંગેનો ઠરાવ સંયુક્ત રાષ્ટ્રસંઘના હ્મુમન રાઇટ્સ કમિશનમાં આવેલો ત્યારે ભારતે પણ ઠરાવને ટેકો આપ્યો હતો. તેનાથી ઘણાને નવાઈ પણ લાગી હતી.
બંને દેશોના સંબંધો બહુ વણસ્યા નહોતા, પણ તેમાં તણાવ જણાવા લાગ્યો હતો. બીજી વાર વડા પ્રધાન બન્યા પછી રાજપક્સાએ ચીન સાથે ઘણા નવા કરારો કર્યા છે. ખાસ કરીને વિકાસની યોજનાઓ માટે કરારો કર્યા છે. દક્ષિણ પ્રદેશોમાં પોતાના મતવિસ્તારોમાં મતદારોને પ્રભાવિત કરી શકાય તેવી યોજનાઓ તેમણે ચીનની મદદથી શરૂ કરી છે.

2015માં ચૂંટણીમાં હાર

જાન્યુઆરી 2015માં રાજપક્સાને ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે હાર મળી હતી. વિપક્ષમાં બેસવાનું આવ્યું ત્યારે મહિન્દા રાજપક્સાએ પોતાની હાર માટે ભારતને જવાબદાર ઠરાવ્યું હતું. ભારત સામે ચીન તરફનો તેમનો પક્ષપાત જાણીતો જ હતો, પણ આ રીતે ચૂંટણીમાં હાર માટે ભારતને જાહેરમાં તેમણે દોષ દીધો ત્યારે બંને વચ્ચેના સંબંધો વધારે ખરાબ થઈ ગયા હતા.

2017માં ભારતે અનુભવી તરનજિત સિંહ સંધુને શ્રીલંકામાં રાજદૂત તરીકે મૂક્યા હતા, જેથી બંને દેશો વચ્ચેના સંબંધો ફરીથી સારા થઈ શકે. તેમની નિમણૂક થઈ ત્યારે વિદેશી નીતિના જાણકારોએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સંબંધોમાં ખટરાગ આવી છે અને ચીનનો પ્રભાવ આ વિસ્તારમાં વધી રહ્યો છે.

બીજી બાજુ રાજપક્સાએ પણ ચૂંટણીની હારને કારણે હતાશામાં આવીને જાહેરમાં નિવેદનો કર્યા અને ભારત સાથેના સંબંધો બગાડ્યા તે સુધારવા કોશિશ કરી હતી. તેઓ મૂળભૂત રીતે પીઢ અને તકવાદી રાજકારણી છે તેથી તેઓ જાણે છે કે ભારત સાથે સારા સંબંધો રાખવા જરૂરી પણ છે.

વિપક્ષમાં હતા ત્યારે જ તેમણે આ માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. તેમણે એ દરમિયાન ત્રણ વાર ભારતની મુલાકાત લીધી હતી. એક વાર તેઓ પોતાના પુત્ર અને ધારાસભ્ય નમલને પણ સાથે લઈને આવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

ફરીથી ચૂંટણીમાં વિજય મળ્યો અને સત્તામાં આવ્યા પછી તેમણે સંબંધો સુધારવા કોશિશ કરી છે. દરમિયાન નવી ચૂંટણી પણ નજીક આવી છે અને તેમણે નવેસરથી જીતવાનું છે. બીજું કે શ્રીલંકાના બંધારણમાં 19મો સુધારો કરીને વડા પ્રધાનને વધારે સત્તાઓ આપવામાં આવી છે. તેના કારણે દેશના રાજકારણમાં તેમનો પ્રભાવ વધારવાની તક તેમને મળી છે.

અગાઉની સરકારોએ ભારત સાથે જે કરારો કર્યા હતા, તેના પર નવેસરથી વિચારણા પણ થઈ રહી છે. જોકે શ્રીલંકાએ અન્ય દેશો સાથે કરેલા કરારો ભારત સાથેના ખટરાગ માટે કારણભૂત હતા. ખાસ કરીને ચીન સાથે કોલંબો પોર્ટ સિટિ કરાર કરાયો તેનાથી ભારતની નારાજગી વધી હતી.

જોકે ચીન સાથેના સંબંધો ઓછા કરી નાખવાની કોશિશ જણાતી નથી, પણ વડા પ્રધાન રાજપક્સાના પ્રયાસો એ છે કે ભારત સાથેના સંબંધો ફરીથી રાબેતા મુજબના થઈ શકે. તે માટે તેઓ ચીન સાથેના કેટલાક કરારોના વિવાદોને ઉકેલવા કોશિશ પણ કરી રહ્યા છે.

રાજપક્સાના ટેકેદારો કહે છે કે યુદ્ધ પછી દેશમાં હવે વિકાસના કાર્યોમાં ગતિ લાવવી જરૂરી બની છે. તે માટેના મહત્ત્વાકાંક્ષી માળખાકીય પ્રોજેક્ટ્સ માટે ટેકો આપવા માટે ચીન તૈયાર છે. “પશ્ચિમના દાતા દેશો પાસે તેઓ જવા માગતા નથી, કેમ કે તેમના તરફથી ઘણી આકરી શરતો હોય છે. બીજી બાજુ ભારત પાસે મોટા પાયે મદદ કરવાની ક્ષમતા કે ઇચ્છા પણ નથી,” એમ મૂડીરોકાણની બાબતો સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

આગામી ચૂંટણીમાં રાજપક્સાનો પક્ષ SLPP જીતી જાય તેવી પૂરી શક્યતા છે અને કદાચ બે તૃતિયાંશ બહુમતી મળે તેવું પણ લાગી રહ્યું છે. તેના કારણે તેમની નવી સરકાર બંધારણમાં સુધારો પણ કરી શકે તેવી સ્થિતિમાં હશે. પરિવર્તન માટેના એજન્ડાને આગળ કરવાનો રાજકીય રીતે આ યોગ્ય અવસર છે. તેથી પડોશી દેશો સાથે સારા સંબંધો કેળવી લેવા તેમના માટે સમજદારીનું કામ છે.

ભારતની મુલાકાત દરમિયાન રાજપક્સા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરસે. તેઓ વારાણસી, સારસ્વતિ, બોધગયા અને તિરુપતિની મુલાકાતે પણ જવાના છે.

-દિલરૂક્ષી હન્દુનેત્તી

ZCZC
PRI ECO GEN INT
.COLOMBO FGN14
LANKA-INDIA-RAJAPAKSA
Lankan PM Rajapaksa to visit India from Friday; trade, defence, maritime talks on cards
         Colombo, Feb 6 (PTI) Sri Lankan Prime Minister Mahinda Rajapaksa will undertake a four-day state visit to India and hold talks on a number of key areas including trade, defence and maritime security cooperation, his office announced here on Thursday.
         The visit, beginning February 7, will be the Rajapaksa senior's first overseas visit since his brother Gotabaya was elected President in November.
         He will have meetings with President Ram Nath Kovind, Prime Minister Narendra Modi and External Affairs Minister S Jaishankar.
         "The scheduled meetings will build on the strong relationship that already exists between the two countries," Mahinda's office said in a statement.
         Mahinda hopes to finalise the implementation of the USD 450 million line of credit pledged by Prime Minister Modi to President Gotabaya Rajapaksa during his visit to New Delhi in November, according to the statement.
         "With the aim of enhancing engagement in sub-regional maritime security cooperation, the two delegations are expected to discuss key areas under the defence and maritime security initiatives that include the Sri Lanka-India annual defence dialogue and the trilateral maritime security cooperation with India and the Maldives," it said.
         Rajapaksa also intends to visit the religious sites of Varanasi, Sarnath, Bodhgaya and Tirupathi, it said.
         Two Tamil ministers in the Rajapaksa government -- Douglas Devananda from the north and Armugam Thondaman from the central tea plantation districts -- are expected to be in the 10-member delegation, the statement added. PTI CORR
CPS
02061207
NNNN
Last Updated : Feb 8, 2020, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.