નવી દિલ્હીઃ કતાર એરવેઝી કંપનીએ કહ્યું કે, કોરોના વાયરસમાં તે ભારતીય આરોગ્ય અધિકારીઓ સાથે મળીને કામગીરી કરી રહ્યું છે.
કેરળના વધુ 5 લોકોમાં કોરોનાની અસર જોવા મળી છે. આમાંથી ત્રણ મુસાફરોએ તાજેતરમાં ઈટલીની મુસાફરી કરી હતી.
એક દંપતી અને તેમનો દિકરો અઠવાડીયા પહેલાં ભારત આવ્યા હતા અને એરપોર્ટ પર તપાસમાંથી બચીને ફરાર થયા હતા.
ત્રણેય મુસાફરો વેનિસથી દોહા જનારા વિમાનમાં સવાર હતા અને ત્યારબાદ બીજા વિમાનના માધ્યમથી દોહાથી કોચીની મુસાફરી કરી હતી.
વિમાન કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 29 ફેબ્રુઆરીના રોજ દોહાથી કોચી જનારી ઉડાનમાં કોરોનાના શંકાસ્પદ દર્દી હતા અને આ અંગે પુષ્ટિ કરીંએ કે અમે ભારતીય આરોગ્ય અધિકારીઓ સાથે મળીને કામગીરી કરીંએ છીંએ.
આ અગાઉ રવિવારે કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ કહ્યું કે, બન્ને વિમાનોમાં મુસાફરી કરનારા તમામ મુસાફરોએ આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધવો જોઈએ.