ETV Bharat / international

લશ્કરી બળવા પછી મ્યાનમારમાં વિરોધ અને પ્રાર્થના - INTERNATIONAL NEWS

મ્યાનમારમાં પ્રદર્શન સરકારને પુનર્સ્થાપિત કરવા, મ્યાનમારને લોકશાહીના માર્ગે પરત લાવવાના હેતુસર વ્યાપક નાગરિક અનાદર આંદોલનનો એક ભાગ છે.

લશ્કરી બળવા પછી મ્યાનમારમાં વિરોધ અને પ્રાર્થના

author img

By

Published : Mar 22, 2021, 10:24 AM IST

  • 1 ફેબ્રુઆરીએ આંગ સાન સૂ કીને સરકારે પદભ્રષ્ટ કરી દીધા હતા
  • માંડલે સત્તાપલટા વિરુદ્ધ પ્રદર્શનનું એક મોટું કેન્દ્ર રહ્યું છે
  • મેડિકલ વ્યવસાયિકો પછીના એન્જિનિયરોએ 'નો હ્યુમન સ્ટ્રાઈક' કરી

માંડલે: મ્યાનમારમાં છેલ્લા મહિનામાં સત્તાપલટાની સામે સૌથી મોટું બીજું શહેર માંડલેમાં મેડિકલ વ્યવસાયિકોએ માર્ચ કરી હતી. જ્યારે કોઈ બીજા સ્થળે સુરક્ષાકર્મીના ગોળીબારમાં એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો હતો. આ રીતે દેશમાં એક પ્રદર્શન થયું. લગભગ 100 ડૉક્ટર, નર્સ, મેડિકલ વિદ્યાર્થીઓ સોમવારે વ્હાઇટ કોટમાં મુખ્ય માર્ગ પર લાઈનમાં ઉભા રહી ગયા હતા અને તેણે ફેબ્રુઆરીના સત્તાપલટા વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

માંડલે સત્તાપલટા વિરુદ્ધ પ્રદર્શનનું એક મોટું કેન્દ્ર રહ્યું છે

1 ફેબ્રુઆરીએ આંગ સાન સૂ કીને સરકારે પદભ્રષ્ટ કરી દીધા હતા. માંડલે સત્તાપલટા વિરુદ્ધ પ્રદર્શનનું એક મોટું કેન્દ્ર રહ્યું છે. મેડિકલ વ્યવસાયિકો પછીના એન્જિનિયરોએ 'નો હ્યુમન સ્ટ્રાઈક' કરી. આ વિરોધ પ્રદર્શનનો એક લોકપ્રિય તરીકો છે જેમાં માનવ પ્રદર્શનકારકો નથી હોતા. ઠેર-ઠેર સાઈનબોર્ડ લગાવી દેવામાં આવે છે.

આ પણ વાંચો: મ્યાનમારમાં રાત્રી કર્ફ્યૂ, રેલી અને મેળાવડાઓ પર પ્રતિબંધ

બળવાખોરી વિરોધી દેખાવો સામે દમનકારી કાર્યવાહીમાં દેશમાં 247 લોકોનાં મોત

આ પ્રદર્શન સરકારને પુનર્સ્થાપિત કરવા તેમજ મ્યાનમારને લોકશાહીના માર્ગે પરત લાવવાના હેતુસર વ્યાપક નાગરિક અનાદર આંદોલનનો એક ભાગ છે. પાંચ દાયકાના શાસન બાદ સેનાએ પોતાની પકડ ઢીલી કરવાનું શરૂ કર્યુ હતું ત્યારે લગભગ એક દાયકા પહેલા દેશમાં લોકશાહી પુન: સ્થાપિત થઈ. રાજકીય કેદીઓની સ્વતંત્ર સહાયતા સંગઠને બળવાખોરી વિરોધી દેખાવો સામે દમનકારી કાર્યવાહીમાં દેશમાં 247 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: મ્યાનમારમાં વિસ્થાપિત રોહિંગ્યાઓના શિબિરોમાં અમાનવીય પરિસ્થિતિ

મોનિવામાં સુરક્ષાદળોના ગોળીબારને કારણે એકનું મોત નિપજ્યું હતું

જોકે, માંડલેના ટેમ્પરિંગના પ્રદર્શન પર સુરક્ષા દળોએ કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ મોનિવામાં સુરક્ષાદળોના ગોળીબારને કારણે એકનું મોત નીપજ્યું હતું. ઓનલાઈન ન્યુઝ સાઈટ મ્યાનમાર નાઉએ આ સમાચાર આપ્યા છે. અન્ય સ્થળોએ પણ દેખાવો નોંધાયા છે. રાજકીય કેદીઓ માટે સ્વતંત્ર સહાયતા સંગઠને પણ પુષ્ટિ કરી કે 2,345 લોકોની ધરપકડ કરવામાં આવી છે અથવા તેના પર આરોપ મૂકવામાં આવ્યા છે. અને 1,994 લોકો હજી કસ્ટડીમાં છે અને તેમની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.