શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ ગાટાબાયા રાજપક્ષે તેમના ભાઈ મહિન્દા રાજપક્ષેને વડાપ્રધાન તરીકે નામ જાહેર કર્યુ છે. આ પહેલા શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંધે તેમના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી હતી. વિક્રમસિંધે ગરુવારના રોજ રાજીનામું આપ્યા બાદ પદ સંભાળશે. મહિન્દા આ સમયે મુખ્ય વિપક્ષી નેતા હતા. વિક્રમસિંધે કહ્યું કે, તેમને રાષ્ટ્રપતિ રાજપક્ષ સાથે મુલાકાત કરી અને શ્રીલંકાના સંસદ પર ભવિષ્યની ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું કે, સંસદમાં તેમની સરકાર હજુ પણ બહુમત છે પરંતુ તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાજપક્ષને મળેલા જનાદેશનું સમ્માન કરી અને પદ પરથી રાજીનામાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાજપક્ષની જીત બાદ વિપક્ષ તેમને રાજીનામાને લઈ દબાવ બનાવવામાં આવી રહ્યો હતો. રાજપક્ષે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સજિત પ્રેમદાસને હરાવ્યો હતો.
26 ઓક્ટોમ્બર 2018ના તાત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ વિવાદાસ્પદ નિર્ણય લઈ મહિન્દ્રાને વડાપ્રધાન નિયુકત કરવામાં આવ્યા હતા.મહિન્દા 2005માં ચુંટણી જીતી હતી અને શ્રીલંકામાં સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનાર નેતા બન્યા હતા. મહિન્દા 24 વર્ષની વયે 1970માં દેશમાં સૌથી યુવા સાંસદ બન્યા હતા.