કાબુલ : વૈશ્વિક મહામારી કોરોનાના લીધે દુનિયાભરમાં ભયનો માહોલ છે. દુનિયાના ઘણાં દેશો આ આપદાના સમયમાં એકબીજાની મદદ કરી રહ્યાં છે. ભારત પણ આ યાદીમાં સામેલ છે. Hydroxychloroquine દવા મોકલવા માટે અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનો આભાર માન્યો હતો.
રાષ્ટ્રપતિએ લખ્યું હતું કે, 'અફગાનિસ્તાનના લોકો માટે Hydroxychloroquineની 5 લાખ ટેબલેટ, પેરાસિટામોલની 1 લાખ ટેબલેટ અને 75 હજાર મેટ્રિક ટન ઘઉંમાંથી 5000 મેટ્રિક ટનનો પ્રથમ જથ્થો મોકલવા માટે મારા મિત્ર પીએમ નરેન્દ્ર મોદી અને ભારતનો ધન્યવાદ.'