- ભગતસિંહની સ્મૃતિમાં કાર્યક્રમની મંજૂરી માટે પાકની કોર્ટમાં અરજી દાખલ
- રાજગુરૂ, સુખદેવ અને ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ લાહોરમાં ફાંસી આપી હતી
- 90મી પુણ્યતિથિ પર કાર્યક્રમને યોજવાની મંજૂરી માંગવામાં આવી
લાહોર: પાકિસ્તાનની એક કોર્ટમાં ગુરૂવારના રોજ એક અરજી દાખલ કરવામાં આવી કે 23 માર્ચના રોજ શહીદ એ.આઝમ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની 90મી પુણ્યતિથિ પર આ કાર્યક્રમને યોજવાની મંજૂરી આપવા માટે પંજાબ સરકારને નિર્દેશ આપવો જોઈએ.
ભગતસિંહની સ્મૃતિમાં કાર્યક્રમની મંજૂરી માટે પાકની કોર્ટમાં અરજી દાખલ
ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના પ્રમુખ રાશિદ કુરેશીએ પ્રાંતિજ સરકાર દ્વારા કાર્યક્રમના આયોજનને અનુમતિ ન આપવા પર લાહોર હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે.
આ પણ વાંચો: મુશરર્ફના મૃતદેહને ઈસ્લામાબાદ ડી-ચોક પર ત્રણ દિવસ સુધી લટકાવવામાં આવે: કોર્ટ
90મી પુણ્યતિથિ પર કાર્યક્રમને યોજવાની મંજૂરી માંગવામાં આવી
પંજાબ સરકારે કહ્યું કે, કોવિડ -19ને કારણે કાર્યક્રમની મંજૂરી આપી શકાતી નથી. સાંડર્સ હત્યાકાંડમાં બ્રિટિશ સરકારે રાજગુરૂ, સુખદેવ અને ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ લાહોરમાં ફાંસી આપી હતી.
રાજગુરૂ, સુખદેવ અને ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ લાહોરમાં ફાંસી આપી હતી
કુરેશીએ અદાલતમાં અરજી કરીને ત્રણેય સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંના શાદમાન ચોક પર કાર્યક્રમ યોજવાની મંજૂરી માંગી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનની નફટાઇ યથાવત, સમજૌતા એક્સપ્રેસ બાદ હવે લાહોર બસ સેવા રોકી