ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં કોરોના વાઇરસના સંક્રમણના બે હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે. ત્યારબાદ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 34 હજારથી વધુ થઈ ગઈ છે. તે જ સમયે 31 વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, ત્યારબાદ મૃતકોનો આંકડો 737 પર પહોંચી ગયો છે.
ગત અઠવાડિયે, પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા અને કામદારો પરની અસરને કારણે તબક્કાવાર રીતે લોકડાઉનને હટાવવાનું શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલયે જણાવ્યું છે કે, મંગળવારે 2,255 નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે, વધુ 31 લોકોનાં મોત થયા, ત્યારબાદ દેશમાં કુલ મૃત્યુઆંક 737 પર પહોંચી ગયો છે. તે જ સમયે 34,336 લોકો સંક્રમિત થયા છે.
છેલ્લા અઠવાડિયાથી કેસ વધી રહ્યા છે અને અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે માર્ગદર્શિકાનું પાલન કરો અને બહાર નીકળવાનું ટાળે. સત્તાવાર આંકડા અનુસાર 14 એપ્રિલથી 10 મેની વચ્ચે, વિદેશીથી 43 વિમાનથી 7,756 પાકિસ્તાની નાગરિકો પરત આવ્યા હતા અને તેમાંના 682 સંક્રમિત હતા.