ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઉપર કોરોના વાઈરસના સંક્રમણનો ખરતો ઊભો થયો છે. 15 એપ્રિલના રોજ ઈમરાન ખાનને મળનારા ફૈસલ ઈદ્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે, ફૈસલ ઈદ્દી વિશ્વભરમાં જાણીતી ઈદ્દી ફાઉન્ડેશનના પ્રમુખ અબ્દુલ સત્તાર ઈદ્દીનો પુત્ર છે. ઈમરાન ખાનને મળીને કોરોના સામેની લડાઈ માટે ફૈસલ ઈદ્દીએ 10 મિલિયન રૂપિયાનો ચેક આપ્યો હતો. ઈમરાન સાથેની મુલાકાત બાદ ઘરે પરત ફર્યા હતાં. જે બાદ ફૈસલમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.
ફૈસલનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. જેથી PM ઈમરાન ખાન પણ સેલ્ફ ક્લોરન્ટિન થઈ શકે છે. PM હાઉસનો તમામ સ્ટાફ સેલ્ફ ક્વોરન્ટિન થવા ઉપરાંત ટેસ્ટ પણ કરાવી શકે છે.
નોંધનીય છે કે, પાકિસ્તાનમાં 796 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસ 9216 થયા છે અને મૃત્યુઆંક 192 થયો છે.