ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબના પૂર્વ પ્રાંતમાં તીડના કારણે ખેતીમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. જેથી પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે આ અંગે બેઠક યોજી હતી. જેમાં ચાર પ્રાંતોના અધિકારીઓ અને વિવિધ પ્રધાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય (NAP) ની પણ મંજૂરી આપી હતી. જેની માટે 7.3 બિલિયન પાકિસ્તાની રકમ જરૂર હોવાનું જણાવ્યું હતું.
સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પ્રધાન ખુસરો બખ્તિયારે નેશનલ એસેમ્લીમાં આ સમસ્યાની ગંભીરતા અંગે વાત કરી હતી. તેમજ આ મુશ્કેલીથી બહાર આવવા માટે સંધીય સરકાર અને વિવિધ પ્રાંતની સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી.
વડાપ્રધાન ઇમરાન ખાને તીડના આતંકને દૂર કરવા રાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવા માટે ખુસરો બખ્તિયારની અધ્યક્ષતામાં બેઠક યોજી હતી. જેમાં સંબંધિત અધિકારીને પાકના નુકસાનને આધારે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે નિર્દેશ કર્યો હતો. ઈમરાન ખાને આ બેઠક દરમિયાન કહ્યું હતું કે, "પાક અને ખેડૂતોની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એટલે પાકને બચાવવા માટે ઉપલબ્ધ જરૂરી સંસાધનનો ઉપયોગ કરીને તાત્કાલિક પગલાં લેવામાં આવશે."