લાહોરઃ પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસો સોમવારે વધીને 3,277 થયા છે. તે જ સમયે સૌથી વધુ અસરગ્રસ્ત પંજાબ પ્રાંતમાં છે, પંજાબ પ્રાંતમં 1500ની નજીક કેસનો આંકડો પહોંચી ગયો છે. એક્સપેટ્રિએટ પ્રોપર્ટી ટ્રસ્ટ બોર્ડ (ઇટીપીબી) ના પ્રવક્તા મીર હાશ્મીએ જણાવ્યું હતું કે, "કોરોના વાયરસને કારણે સરકારે એપ્રિલ અને મે મહિનામાં 'વૈશાખી' અને 'સાધુ બેલા' ઉજવણીને રદ કરી છે.
તેમણે કહ્યું કે, પાકિસ્તાન સરકાર વૈશાખી તહેવાર માટે 2000 કરતા પણ વધારે ભારતીય શીખને વીઝા આપવાની હતી. પરંતુ રોગચાળાને કારણે તેણે આ વૈશાખીની ઉજવણી બંધ રાખી છે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે, સ્થાનિક લોકોને પણ ગુરૂદ્વાર ન ખોલા સુચના આપવામા્ં આવી છે.