ETV Bharat / international

Pak alleges: સઈદના ઘરની બહાર થયેલા વિસ્ફોટ પાછળ ભારતીય નાગરિક જવાબદાર - સઈદના ઘરની બહાર થયેલા વિસ્ફોટ પાછળ ભારતીય નાગરિક જવાબદાર

આતંકવાદિઓને આશરો દેનારા પાકિસ્તાને ભારતની છબિને બગાડવાનો પ્રયાસ કર્યો છે, ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ભારત (Pak alleges) પર આરોપ લગાવ્યો છે કે, મુંબઈ આતંકી હુમલામાં માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ (Hafiz Saeeds)ના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટ પાછળ એક ભારતીય નાગરિકનો હાથ હતો. આ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયાં હતા અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વાંચો સમગ્ર સમાચાર...

Imaran khan
Imaran khan
author img

By

Published : Jul 5, 2021, 7:22 AM IST

  • પાક.નો ભારતની છબિ બગાડવાનો વધુ એક પ્રયાસ
  • મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના ઘર પર થયો હતો બ્લાસ્ટ
  • સઈદના ઘર પર થયેલા વિસ્ફોટમાં 3 લોકોના થયા હતા મોત

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) મુઈદ યૂસુફે (National Security Advisor Moeed Yousufon ) રવિવારના રોજ આક્ષેપ (Pak alleges) કર્યો હતો કે, 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ (Mastermind of the Mumbai terror attacks) અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JUD) ના હાફિઝ સઈદ (Jamat-ud-Dawa (JuD) Hafiz Saeed) ના ઘરની બહાર એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ (Bomb blast) પાછળ એક ભારતીય નાગરિક (Indian citizen)નો હાથ હતો. આ વિસ્ફોટ અગાઉના મહિને થયો હતો.

આ પણ વાંચો: પાકિસ્તાન: વડાપ્રધાન ઈમરાન ખાનના વિશ્વાસના મતને વિપક્ષે નકાર્યો, રાજીનામાની માંગ કરી

23 જૂનના રોજ કારની મદદથી કરાયો હતો બોમ્બ વિસ્ફોટ

લાહોરના જોહર ટાઉનમાં બોર્ડ ઓફ રેવન્યુ (Board of revenue) હાઉસિંગ સોસાયટી સ્થિત સઈદના ઘરની બહાર 23 જૂનના રોજ કારની મદદથી બોમ્બ વિસ્ફોટ (Bomb blast) કરવામાં આવ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયાં હતા અને 24 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. કોઈપણ સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી ન હતી.

હુમલાના માસ્ટરમાઈન્ડનો ભારતીય ગુપ્ત એજન્સી સાથે સંબંધ

પંજાબ પોલીસ પ્રમુખ અને સૂચના પ્રધાન ફવાદ ચૌધરી (Fawad Chaudhry)સાથે અહીં સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા, NSA યૂસુફે દાવો કર્યો કે, આ હુમલાનો માસ્ટરમાઈન્ડ એક ભારતીય નાગરિક છે જેનો એક ગુપ્ત એજન્સી સાથે સંબંધ છે.

આ પણ વાંચો: ચાલુ ટીવી શોની ડિબેટમાં મહિલા નેતાએ પાકિસ્તાની સાંસદને મારી થપ્પડ, જુઓ વીડિયો...

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના ઘર પર થયો હતો બ્લાસ્ટ

તેઓએ કહ્યું કે, 'તે આતંકીઓ પાસે જપ્ત થયેલા ઈલેકટ્રોનિક ઉપકરણો, ફોરેન્સિક એનાલિસિસ દ્વારા અમે આ આતંકવાદી હુમલાના મુખ્ય સુત્રધાર અને સંચાલકની ઓળખ કરી છે અને અમને તમને જાણ કરવામાં કોઈ શંકા કે વાંધો નથી કે મુખ્ય માસ્ટરમાઇન્ડ ભારતીય ગુપ્તચર એજન્સી રૉ (RAW-Research and Analysis Wing) સાથે સંબંધિત એક ભારતીય નાગરિક છે અને ભારતમાં છે. જો કે તેણે કથિત શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી'

ભારત વિરોધી પ્રચારની બીજી નકામી કવાયત: ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા

પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહેમૂદ કુરૈશી (Pakistan's Foreign Minister Shah Mahmood Qureshi) એ આરોપ લગાવ્યો હતો કે, તેમના દેશમાં થયેલા કેટલાક આતંકી હુમલાઓમાં ભારતનો હાથ છે જેના બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગયા નવેમ્બરમાં કહ્યું હતું કે, 'ભારત વિરોધી પ્રચારની બીજી નકામી કવાયત. ભારત વિરુદ્ધ 'પુરાવા' કહેવાતા દાવાઓની કોઈ વિશ્વસનીયતા નથી, તે બનાવટી અને કાલ્પનિક પર આધારિત છે'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.