નવી દિલ્હીઃ ચીને ભારતમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. ચીનનું કહેવું છે કે, ભારતમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેથી તે પોતાના નાગરિકોન સુરક્ષિત પરત બોલાવવા માગે છે. ચીની દૂતાવાસે સોમવારની પોતાની વેબસાઇટ પર નોટિસ લગાવવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો ઘરે પરત જવા ઇચ્છે છે, તે વિશેષ ઉડાનોમાં ટિકીટ બુક કરી શકશે.
ભારતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને રોગીઓની સંખ્યા લગભગ 1.40 લાખ થવાની છે. એવામાં ચીને પોતાના નાગરિકોને અહીંયાથી પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાઇરસની શરુઆત ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરથી થઇ હતી. દુનિયાભરમાં આ વાઇરસથી 54 લાખથી અધિક લોકો સંક્રમિત થયા અને 3.4 લાખથી અધિક લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતે ફેબ્રુઆરીમાં વુહાનથી લગભગ 700 ભારતીઓને નીકાળ્યા હતા.
ચીની દૂતાવાસે નોટિસમાં કહ્યું હતું કે, ઘર પરત જવા ઇચ્છતા લોકોને ઉડાન દરમિયાન તથા ચીનમાં પ્રવેશ બાદ ક્વોરન્ટાઇન કરવામાં તેમજ મહામારી અટકાવવા સંબંધી બધા જ નિયમોનું પાલન કરવું પડશે.
મંદારિન ભાષામાં પ્રકાશિત નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 14 દિવસોમાં કોરોના વાઇરસની સારવાર કરાવનારા અથવા તાવ અને શરદી જેવા સંક્રમણના લક્ષણ થનારાને વિશેષ ઉડાનોમાં પ્રવાસ કરવો ન કરવો જોઇએ.
તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રવાસની ટિકિટ અને ચીનમાં ક્વોરન્ટાઇનમાં રહેવાનો ખર્ચ નાગરિકે ઉપાડવી પડશે.