ભૂસ્ખલનના કારણે પરિવારના તમામ લોકો માટીમાં ફસાયા હતાં. જિલ્લા પોલીસ કાર્યાલયના અધિકારી ચિત્ર બહાદુર ગુરુંગે કહ્યુ કે, ભૂસ્ખલનમાં એક ઘર અને 3 ગૌશાળા કાટમાળ નીચે દબાયેલ છે. મૃતકોને પોસ્ટમૉર્ટમ અર્થ ખસેડવામાં બે દિવલ લાગી શકે છે, કારણ કે વરસાદના કારણે થયેલી ભૂસ્ખલન અને અચાનક આવેલા પુરથી થવાંગ ખાતેના રસ્તાઓ બંધ થઇ ગયા છે.
રોલપાના મુખ્ય જિલ્લા અધિકારી લક્ષમ્ણ ઢાકલેએ કહ્યું કે, ઘટનાસ્થળ પર સ્વાસ્થય કર્મચારીની ટીમ રવાના કરવાની તૈયારી શરુ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યુ કે, ભૂસ્ખલનમાં 42 પશુઓનું પણ મૃત્યું થયું છે.