સિઓલ: ઉત્તર કોરિયાએ મંગળવારે કહ્યું હતું કે, તેણે "વ્યૂહાત્મક માર્ગદર્શિત મિસાઈલો"નું પરિક્ષણ (North Korea tested Missiles) કર્યું છે. જ્યારે દક્ષિણ કોરિયાની સેનાએ એક દિવસ પહેલા કહ્યું હતું કે, ઉત્તર કોરિયાની 2 બેલેસ્ટિક મિસાઈલ દરિયામાં (North Korea tested Tactical Guided Missiles) છોડવામાં આવશે. (સમુદ્રમાં બે બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરે છે). સોમવારે ઉત્તર કોરિયાનું પરિક્ષણ આ મહિનામાં તેનું ચોથું મિસાઈલ પરિક્ષણ હતું. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે તેના તાજેતરના પરિક્ષણ પર નવા પ્રતિબંધો લાદતા USના રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટ સામે કડક પગલાં લેવાની ચેતવણી (US President Joe Biden warned) આપી હતી અને તે પછીનું બીજું પરિક્ષણ હતું.
આ પણ વાંચો- New Virus Law: કોરોનાના વધતા કેસને જોતા ફ્રાન્સ સાંસદે આપી નવા કાયદાને મંજૂરી, જાણો તે વિશે...
ઉત્તર કોરિયા US અને પાડોશી દેશો પાસેથી છૂટ મેળવવા દબાણના પ્રયાસ કરી રહ્યું છે
કેટલાક નિષ્ણાતો કહે છે કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન તેમના પર US અને પાડોશી દેશો પાસેથી છૂટ મેળવવા દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે, તેમનો દેશ ખરાબ અર્થતંત્ર (Worst economy in North Korea) અને COVID-19 રોગચાળા સહિતની મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યો છે. ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી, કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી KCNAએ જણાવ્યું હતું કે, પરિક્ષણનો હેતુ મિસાઈલોનું મૂલ્યાંકન કરવાનો (The purpose of the missile test) હતો, જે તૈયાર અને તહેનાત છે.
ઉત્તર કોરિયા ટૂંકા અંતરના હથિયારનું પરિક્ષણ કરી રહ્યું છે
એજન્સીએ જણાવ્યું હતું કે, સિસ્ટમની "ચોક્કસતા, સલામતી અને કાર્યક્ષમતા" ચકાસવા મિસાઈલો સમુદ્રમાં છોડવામાં આવી હતી. સમાચારમાં કયા પ્રકારની મિસાઈલો છે. તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. સિઓલ યુનિવર્સિટી ઓફ નોર્થ કોરિયન સ્ટડીઝના પ્રોફેસર કીમ ડોંગ-યુબે જણાવ્યું હતું કે, રાજ્ય મીડિયા દ્વારા પ્રદર્શિત કરાયેલી તસવીરો દર્શાવે છે કે, ઉત્તર કોરિયા ટૂંકા અંતરના હથિયારનું પરિક્ષણ કરી રહ્યું છે, જે "US MGM-140' આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ' જેવું જ દેખાય છે.
આ પણ વાંચો- Abu Dhabi Drone Attack: ડ્રોન એટેકમાં 2 ભારતીય સહિત 3ના મોત, હૂતીએ કર્યો હુમલાનો દાવો
ઉત્તર કોરિયાએ ચેતવણી આપી હતી
મિસાઈલ પરિક્ષણ ઉત્તર કોરિયાના ટૂંકા અંતરના શસ્ત્રોની સંખ્યામાં વધારો કરવાના કાર્યક્રમનો એક ભાગ હતો. નિષ્ણાતોએ આ અંગે જણાવ્યું હતું કે, તેનો હેતુ ઉત્તર એશિયામાં મિસાઈલ સુરક્ષા (Missile security in Asia) વધારવાનો છે. ઉત્તર કોરિયાના તાજેતરના મિસાઈલ પરિક્ષણો (North Korea tested Missiles) પછી USના રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટી તંત્રએ (US President Joe Biden warned) ગયા અઠવાડિયે એશિયન દેશના 5 અધિકારીઓ પર શ્રેણીબદ્ધ પ્રતિબંધો (Sanctions on North Korea) લાદ્યા હતા અને કહ્યું હતું કે, તે સંયુક્ત રાષ્ટ્રને ઉત્તર કોરિયા પર વધુ પ્રતિબંધો (Sanctions on North Korea) લાદવા વિનંતી કરશે. તે જ સમયે ઉત્તર કોરિયાએ આ કાર્યવાહી બાદ પ્રશાસન પર નિશાન સાધતા ચેતવણી આપી હતી કે, જો અમેરિકા તેના 'અથડામણના વલણ' પર ચાલુ રહેશે તો તેની સામે કડક અને સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવશે.