બીજિંગઃ ચીનમાં સતત ત્રીજા દિવસ સુધી કોરોના વાઈરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પંરતુ આ ઘાતક વાઇરસને લીધે ચીનમાં અત્યાર સુધીમાં 3,225 લોકોના મોત થયા છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ(NHC)એ કહ્યું કે, શુક્રવાર સુધી ચીનમાં કોરોનાને શિકાર એક પણ વ્યક્તિ થયો નથી.
આ સાથે જ NHCએ જણાવ્યું કે શુક્રવારે 7 લોકોના મોત થયા છે. આ સાતેય લોકોના મોત કોરોનાનુ કેન્દ્ર ગણાતા વુહાનમાં થયા છે. વધુમાં જણાવ્યું કે વિદેશથી આવેલા કોરોનાથી પ્રભાવિત લોકોની સંખ્યા 269 છે.