વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જૈકિંડા અર્ડર્ને કહ્યું કે, તેમનો દેશ તેના સિદ્ધાંતોનું પાલન કરી રહ્યો છે. અમારો ચીન સાથે પરિપકવ સંબંધ છે. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યા બન્ને દેશોના જુદા જુદા મત હોય છે, આ પણ તેમાંથી એક છે.
ન્યૂઝીલેન્ડે મંગળવારે જાહેરાત કરી છે કે તે હોંગકોંગ સાથેની પ્રત્યાર્પણ સંધિ સ્થગિત કરશે અને ગુપ્તચર સહયોગીઓના અહેવાલો અનુસાર કામ કરશે. આ પગલું અર્ધ-સ્વાયત ક્ષેત્ર માટે વ્યાપક નવો સુરક્ષા કાયદો પસાર કરી ચીનને જવાબ આપ્યો છે.
અગાઉ યુ.એસ.,ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટન દ્વારા આ પગલા ભરવામાં આવ્યા હતા.જે બાદ ન્યુઝિલેન્ડ આ કાર્યવાહી કરનાર ફાઇવ આઇઝ ઇન્ટેલિજન્સ-શેરિંગ ગઠબંધનનો અંતિમ સભ્ય છે. ન્યુઝિલેન્ડ સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે ચીન પર આધાર રાખે છે .ચીન દર વર્ષે ન્યુઝિલેન્ડથી અબજો ડોલરના કૃષિ માલની ખરીદી કરે છે, જેમાં દૂધ પાવડરનો સમાવેશ થાય છે.
વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સે કહ્યું કે, નવો કાયદો ચીન દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓ વિરુદ્ધ છે. ન્યુઝિલેન્ડ વિશ્વાસ નહી કરે કે હોંગકોંગની ગુનાહિત ન્યાય પ્રણાલી ચીનથી સ્વતંત્ર છે.પીટર્સે કહ્યું કે સંબંધોમાં અન્ય બદલાવ આવશે. ન્યુઝિલેન્ડ હવે હોંગકોંગની જેમ સૈન્ય અને તકનીકીની નિકાસ કરશે. તેમણે નવા કાયદા બાદ ન્યુઝીલેન્ડના લોકોને ચેતાવણી આપી છે. તેમણે કહ્યું કે તેઓ યાત્રા કરતી વખતે સલામતીનું ધ્યાન રાખે.
ચીનનું કહેવું છે કે, આતંકવાદ અને અલગાવવાદનો સામનો કરવા માટે નવા સુરક્ષા કાયદાની જરૂર છે અને ચીનની રાજ્ય સત્તાને નબળી પાડવા માટે હોંગકોંગને આધાર બનતા અટકાવવું જોઈએ.
પીટર્સે કહ્યું કે ન્યુઝીલેન્ડે તેના ફાઇવ આઇ ભાગીદારોની જેમ જ સ્વતંત્ર રીતે પોતાનું નિર્ણય લીધું છે અને નિકાસ પર થતી અસરને લઇ તેઓ ચિંતિત નથી. તેમણે કહ્યું, "અમે લોકશાહીના ચોક્કસ હકદાર છીએ."તેમણે કહ્યું કે ન્યુઝિલેન્ડ કાયદા અંગે ચિંતા કરે છે અને નવા કાયદાના અમલ થતાં હોંગકોંગની પરિસ્થિતિ પર નજર રાખશે.