ETV Bharat / international

પોતાની જ પાર્ટીમાંથી ઉઠેલા વિરોધને કારણે નેપાળના પીએમની મુશ્કેલીમાં થયો વધારો - ધ કાઠમંડુ પોસ્ટ

સત્તાધારી પાર્ટી નેપાળ કોમ્યુનીસ્ટ પાર્ટી (NCP)ના સ્થાઇ સમીતિના સભ્યોએ બુધવારે હિમાલયાન પ્રદેશના પ્રધાનમંત્રીની કામરીગીની શૈલી પર સવાલ ઉઠાવતા હવે આવનારા દીવસોમાં તેમના પદને લઈને તેમની મુશ્કેલી વધી શકે છે.

પોતાની જ પાર્ટીમાંથી ઉઠેલા વિરોધને કારણે નેપાળના પીએમની મુશ્કેલીમાં થયો વધારો

author img

By

Published : Jul 2, 2020, 8:39 PM IST

ન્યુ દિલ્હી: મીડિયાના અહેવાલો પ્રમાણે, જો કે બુધવારે કાઠમંડુમાં ચાલી રહેલી સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગમાં માત્ર પાંચ સભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ ઓલીના પ્રાઇમ મીનીસ્ટર તરીકે આગામી ટર્મમાં આવવા સામે દરેક સભ્યએ નારાજગી દર્શાવી હતી.

‘ધ કાઠમંડુ પોસ્ટ’માં નોંધવામાં આવ્યુ હતુ કે, આ સભ્યોમાંના ત્રણ આગેવાનો, પેશલ ખાતીવાડા, માત્રીકા યાદવ અને લીલામણી પોખરીયાલે ઓલીનુ રાજીનામુ માગ્યુ હતુ જ્યારે અન્ય બે આગેવાનો, નંદા કુમાર પ્રસાઇન અને યોગેશ ભટ્ટરાયે ઓલીને તેમની કામ કરવાની શૈલીમાં સુધાર લાવવાની ભલામણ કરી હતી.

પ્રાઇમ મીનીસ્ટરના સત્તાવાર રહેણાંક પર આયોજીત આ મીટીંગને સભ્યોની ટીપ્પણી બાદ રોકી દેવામાં આવી હતી અને ગુરૂવારે સવારે 11 વાગ્યે આ મીટીંગને આગળ ચલાવવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

ઓલીના ચીન તરફી વલણને કારણે તાજેતરમાં ભારત-નેપાળના સબંધોમાં ભારે ખેંચતાણ ઉભી થવા પામી છે. ગત મહિને, ઓલીએ ભારતની સીમામાં આવતા કાલાપાની, લીપુલેખ અને લીમ્પીયાધુરાનો નેપાળના નવા રાજકીય નકશામાં સમાવેશ કરીને તેને સંસદમાં રજૂ કર્યો હતો. આ નકશો, ભારતના ગૃહમંત્રી રાજનાથસીંહે યાત્રીકોને કૈલાશ માનસરોવર સુધી લઈ જતા લીપુલેખ પરના રોડનું ઉદઘાટન કર્યુ ત્યાર બાદ તુરન્ત સામે આવ્યો હતો.

ઓલીના આ પગલા બાદ ભારતના વિદેશ મંત્રાલયે તેનો જવાબ આપતા આ પગલાને ‘અસહ્ય’ ગણાવ્યુ હતુ.

ત્યાર બાદ રવિવારે ઓલીએ ભારત પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે ભારત તેમને તેમના પ્રધાનમંત્રીના પદ પરથી દુર કરવાની કોશીષ કરી રહ્યુ છે.

એક અહેવાલ પ્રમાણે ઓલીએ રવીવારે કાઠમંડુમાં યોજાએલા એક પ્રોગ્રામમાં જણાવ્યુ હતુ કે, “દિલ્હીમાં ચાલી રહેલી કેટલીક પ્રવૃતિ તેમજ નેપાળમાં એક ચોક્કસ વર્ગની રાજનીતી અને તેમના સહયોગીઓનુ એક જૂથ સરહદ પરના મારા નિર્ણયને લઈને મને પદ પરથી હટાવવાની કોશીષ કરી રહ્યુ છે.” આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, “તેઓએ એવુ ન વીચારવુ જોઈએ કે મને પદ પરથી દુર કરવામાં તેઓ સફળ થશે.”

નીરીક્ષકોના મતે, નેપાળમાં Covid-19ની મહામારી દરમીયાન યોગ્ય પગલા લેવામાં ઓલી નિષ્ફળ ગયા હોવાથી વિરોધી પાર્ટી અને NCPમાં વિરોધ થઈ રહ્યો છે જોકે તેમનું કહેવુ છે કે ઓલી આ નિષ્ફળતા છુપાવવા માટે લોકોનું ધ્યાન ભટકાવવાની કોશીષ કરી રહ્યા છે.

મંગળવારે સ્થાઇ સમીતિની બેઠકમાં NCPના કો-ચેરમેન અને ભૂતપુર્વ પ્રાઇમ મીનીસ્ટર પુષ્પ કમલ દહાલ ‘પ્રાચન્દા’, મહાદેવ કુમાર નેપાલ, જહાલ નાથ ખનલ, ભામદેલ ગૌતમ અને નારાયણ કાજી શ્રેષ્ટ તેમજ અન્ય અગિયાર સભ્યોએ ઓલીના રાજીનામાની માંગ કરી હતી.

બુધવારની સ્થાઇ સમીતિની સભામાં કાઠમંડુમાં રહેતા રાજકીય અર્થશાસ્ત્રી, હરી રોકાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ઓલી તેની જ પાર્ટીમાં લઘુમતી ધરાવે છે. તેમની પાર્ટીના 45 સભ્યોમાંથી માત્ર 15 સભ્યો જે તેમને ટેકો આપી રહ્યા છે.

કાઠમંડુમાંથી રોકાએ ફોન પર તેમના પત્રકારને જણાવ્યુ હતુ કે, “પીએમ કહી રહ્યા છે કે જો તેમનો સતત વિરોધ થતો રહેશે તો તેઓ પાર્ટીના ભાગલા કરી નાખશે.”

એ વાત સમજી શકાય છે કે સ્ટેન્ડીંગ કમીટીના સભ્યોએ તેમને પ્રધાનમંત્રી નથી બનાવ્યા અને એ જ આધારે તેઓ સંસદમાં વિશ્વાસનો મત જીતવાની તૈયારી કરી રહ્યા છે.

એવી પણ માંગ ઉઠી રહી છે કે ઓલીએ તેમના બંન્ને પદ; પ્રધાનમંત્રીનું પદ અને NCPના કો-ચેરમેનનુ પદ; આ બે પદ પૈકીનું એક પદ છોડી દેવુ જોઈએ.

રોકાના કહેવા પ્રમાણે, જો ઓલી તેમનુ પ્રધાનમંત્રીનું પદ ગુમાવે તો દહાલ અને ભૂતપુર્વ પ્રાઇમ મીનીસ્ટર મહાદેવ કુમાર નેપાલ આ બંન્ને વચ્ચે પ્રધાન મંત્રી અને NCPના ચેરમેનનુ પદની વહેંચણી થાય તેવી શક્યતા છે.

નેપાળની બે ડાબેરી પાર્ટી, ઓલીની આગેવાની ધરાવતી ‘ધ કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ નેપાળ’ (યુનીફાઇડ માર્ક્સવાદી-લેનીનવાદી) અને દહાલની આગેવાની ધરાવતી ‘કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ નેપાલ’નું એકીકરણ થયા બાદ NCP 2018માં સત્તામાં આવી હતી.

નવી દિલ્હી સ્થીત ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશન થીંક ટેંકના નેઇબરહુડ રીજનલ સ્ટડીઝ ઇનીશીએટીવના એક વરીષ્ઠ સંશોધક, કે. યહોમીના જણાવ્યા પ્રમાણે, NCPમાં બે જુદા જુદા જુથો વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલી રહી છે જેમાં એક જુથ દહાલના સમર્થનમાં છે.

યહોમીએ ETV Bharat ને જણાવ્યુ હતુ કે, “ઓલીના Covid-19ની કટોકટી સામેના પ્રતિસાદ બાદ બંન્ને જૂથ વચ્ચેના મતભેદો વધુ તીવ્ર બન્યા હતા.”

તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, ઓલીની ભારત સામેની આક્રમકતાનું બીજુ કારણ નેપાળની રાજકીય ગતીવીધિઓમાં ચીનની વધતી જતી ભૂમીકા પણ છે.

યહોમીએ જણાવ્યુ હતુ કે, “નેપાળે આ પહેલા ભૂતકાળમાં પણ ભારત સામે ચાઇના કાર્ડ વાપરવાની કોશીષ કરી હતી પરંતુ એ ઘટનાને ગુપ્ત રાખવામાં આવી હતી.”

“પરીસ્થીતિઓમાં પરીવર્તન આવવાનું કારણ એ છે કે છેલ્લા બે વર્ષથી બેઇજીંગ ખુલ્લેઆમ કહી રહ્યુ છે કે તે રમત રમવા માટે તૈયાર છે. જ્યાં સુધી ભારતની વાત છે ત્યાં સુધી તેનાથી નેપાળની ભૈગોલિક ગતીવીધિઓમાં ખુબ મોટો બદલાવ આવ્યો છે.”

ચીને નેપાળના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ તેમજ કાઠમંડુથી તીબેટના કેરૂંગ સુધી બની રહેલા ચીનના પ્રેસીડન્ટ શી જીનપીંગના અંગત રસથી ચાલી રહેલા રોડ એન્ડ બેલ્ટ ઇનીશીએટીવ (BRI) પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું શરૂ કર્યુ છે.

બીજી તરફ, ‘કાઠમંડુને નવી દિલ્હીનું સમર્થન છે’ તેવા કેટલાક એન્ટી-ઇન્ડીયન સ્ટેટમેન્ટ હિમાલયના પ્રદેશોમાં ચાલી રહ્યા છે. આ સ્ટેટમેન્ટમાં પણ 2015માં થયેલી આર્થિક નાકાબંધી બાદ મોટો ઉછાળો આવ્યો છે.

ઓલી સરકાર પણ આ લાગણીને વધુ પ્રોત્સાહન આપીને સત્તા હાંસલ કરવામાં સફળ રહી હતી.

નેપાળના આર્થિક વિકાસમાં ભારતનું યોગદાન હોવા છતા તેમજ બંન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક તેમજ સામાજીક સબંધો હોવા છતા નેપાળમાં ભારત માટે આ પ્રકારના વાતાવરણનું નિર્માણ થયુ છે.

-અરૂણિમ ભુયાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.