- દાખલ અરજીઓ પર વચગાળાના હુકમ આપવાનો ઇનકાર
- સોમવારે નેપાળની સુપ્રીમ કોર્ટમાં ચાર રિટ અરજીઓ દાખલ કરવામાં આવી
- રાષ્ટ્રપતિ દ્વારા વાંચેલા શબ્દોને પુનરાવર્તિત નહીં કરીને રાષ્ટ્રપતિનું અપમાન કર્યું
કાઠમાંડુ: નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીને તાત્કાલિક રાહત આપતા સુપ્રીમ કોર્ટે મંગળવારે તેમના વિવાદિત શપથ ગ્રહણ અને સાત પ્રધાનોની ફરીથી નિમણૂક સામે દાખલ અરજીઓ પર વચગાળાના હુકમ આપવાનો ઇનકાર કર્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, આ સાત પ્રધાન સાંસદ નથી.
આ પણ વાંચો: નેપાળ: વિપક્ષ બહુમતી મેળવવામાં નિષ્ફળ, ઓલી ફરીથી બન્યા વડાપ્રધાન
વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીને ફરીથી શપથ લેવાની વિનંતી કરાઈ
સોમવારે નેપાળની સુપ્રીમ કોર્ટમાં ચાર રિટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિનંતી કરવામાં આવી હતી કે, વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીને ફરીથી શપથ લેવાની વિનંતી. કારણ કે, તેમણે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા વાંચેલા શબ્દોને પુનરાવર્તિત નહીં કરીને રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. સુપ્રીમ કોર્ટે ઓલીના શપથ ગ્રહણ કરવા અને સાત પ્રધાનોની ફરીથી નિમણૂક અંગે વચગાળાના આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: નેપાળ: વિપક્ષ બહુમતી મેળવવામાં નિષ્ફળ, ઓલી ફરીથી બન્યા વડાપ્રધાન
15 દિવસની અંદર વડાપ્રધાનના શપથ ગ્રહણ અંગે લેખિત જવાબ દાખલ કરવા જણાવ્યું
કાઠમાંડુ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની કચેરી, વડા પ્રધાન અને પ્રધાનોની કચેરીને શુક્રવારે 15 દિવસની અંદર વડાપ્રધાનના શપથ ગ્રહણ અંગે લેખિત જવાબ દાખલ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન અને પ્રધાનોના શપથ ગ્રહણ અંગે અંતિમ નિર્ણય પ્રતિવાદીઓના લેખિત જવાબ બાદ જ લેવામાં આવશે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન 'શીતલ નિવાસ' ખાતે વડાપ્રધાન ઓલીને પદના શપથ ગ્રહણ કર્યા.