- મ્યાનમારમાં સત્તાપલટ બાદ સૌથી વધુ 'લોહિયાળ દિવસ'
- સમગ્ર ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા
- શનિવારના દિવસે થયેલા વિરોધ પ્રદર્શનો અત્યારસુધીના સૌથી લોહીયાળ વિરોધ પ્રદર્શન
યાંગૂન: યાંગૂનમાં વર્તમાન મૃત્યુઆંક અંગે માહિતી એકઠા કરનારા એક સ્વતંત્ર સંશોધનકારે શનિવાર સાંજ સુધીમાં મૃત્યું પામેલા 93 લોકોનો આંકડો આપ્યો હતો. મૃતકો આશરે બે ડઝન શહેરો અને નગરોના હતા. આ આંકડાઓ તેને સત્તાપલટ બાદના સૌથી લોહિયાળ દિવસોમાંનો એક બનાવે છે.

સમગ્ર ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા
મીડિયા અનુસાર મૃત્યુઆંક સો નજીક પહોંચી ગયો છે. આ બન્ને આંકડા સત્તાપલટ બાદના પહેલાના દિવસે થયેલા મૃત્યુમાં સૌથી વધુ 14 માર્ચના આંકડા કરતા વધુ છે. તે સમયે મૃતકોની સંખ્યા 74 અને 90ની વચ્ચે હોવાનું જણાવાયું હતું.

આ પણ વાંચો: લશ્કરી બળવા પછી મ્યાનમારમાં વિરોધ અને પ્રાર્થના
શનિવારના દિવસે થયેલા વિરોધ પ્રદર્શનો અત્યારસુધીના સૌથી લોહીયાળ વિરોધ પ્રદર્શન
એસોસિએટેડ પ્રેસ સ્વતંત્ર રીતે આ મોતના આંકડાને પુષ્ટિ આપતું નથી. આ હત્યાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા કરવામાં આવી રહી છે અને મ્યાનમારમાં અનેક રાજદ્વારી મિશન દ્વારા શનિવારે બાળકો સહિતના નાગરિકોની હત્યાનો ઉલ્લેખ કરનારા નિવેદનો બહાર પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મ્યાનમાર ચૂંટણીમાં શાસક પક્ષ એનએલડીએ બહુમતી મેળવવાનો દાવો કર્યો
મ્યાનમારમાં સત્તાપલટ બાદનો 'લોહિયાળ દિવસ'
ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર શનિવારે જે વિરોધ પ્રદર્શનો થયાં એ અત્યારસુધીના સૌથી લોહીયાળ વિરોધ પ્રદર્શન છે. આ અગાઉ મ્યાનમારની સેનાના પ્રમુખ મિન આંગ લાઇંગે શનિવારે નેશનલ ટેલિવિઝન પર સંબોધનમાં કહ્યું કે, તેઓ લોકશાહીની રક્ષા કરશે. એમણે વચન આપ્યું કે દેશમાં ચૂંટણી કરાવવામાં આવશે પરંતુ ચૂંટણી ક્યારે થશે એ અંગે એમણે કંઈ કહ્યું નથી. એમણે દાવો કર્યો કે, લોકશાહી રીતે ચૂંટાયેલાં નેતા આંગ સૂ કી અને એમની પાર્ટીએ ગેરકાયદે કૃત્યો કર્યા એટલે એમને સત્તામાં આવવું પડ્યું.