યેમેનમાં દક્ષિણી અલગાવવાદી સમૂહના એક સૈન્યની પરેડમાં બૈલિસ્ટિક મિસાઈલ હુમલો થયો છે. જેમાં 6 સૈનિકો અને 3 બાળકોના મોત થયા છે.
મગલ અલ-શૌબીએ ફોનના માધ્યમથી જણાવ્યું કે, ધાલે પ્રાંતની રાજધાનીમાં એક ફુટબોલ મેદાનમાં નવી ભરતીઓ માટે એક પરેડ ચાલી રહી હતી. જે દરમિયાન આ હુમલો થયો હતો.
દક્ષિણી અલગાવવાદી સઉદીના નેતૃત્વવાળા ગઠબંધન સાથે જોડાયા છે. જે યેમેનના હાઉતી વિદ્રોહિઓ સાથે લડી રહ્યા છે.
મગલ અલ-શૌબીએએ જણાવ્યું કે, વિસ્ફોટમાં સામાન્ય લોકો સહિત 20થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. તેમણે હુમલા પાછળ હાઉતીને જવાબદાર ગણાવ્યા છે.
વિદ્રોહી સમૂહ પાસેથી આ અંગે હજુ કોઈ પ્રતિક્રિયા મળી નથી.