- બોમ્બ વિસ્ફોટમાં વિદ્યાર્થીઓ સહિત 53 લોકોનાં મોત
- વિસ્ફોટની તીવ્રતાને જોતા મોતનો આંકડો વધી શકે
- કોઈ પણ સંગઠને તાત્કાલિક હુમલાની જવાબદારી લીધી નથી
કાબુલ (અફઘાનિસ્તાન) : શિયા પ્રભાવિત પશ્ચિમ ભાગમાં શનિવારે એક સ્કૂલ નજીક બોમ્બ વિસ્ફોટમાં ઘણા યુવાન વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 53 લોકોનાં મોત થયા છે. આ બાબતે અફઘાન સરકારના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તાલિબાનોએ નાગરિકોને નિશાન બનાવતા આ હુમલાની નિંદા કરી છે અને તેમાં તેમની સંડોવણીને નકારી છે.
ત્રણ જુદા-જુદા વિસ્ફોટોનો અવાજ સંભળ્યો હતો
ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક અરિયાને કહ્યું કે, ઘાયલોને શિયા પ્રભાવિત દાસ્તા-એ-બરચી વિસ્તારમાં સ્થિત સૈયદ અલ-શાહદા સ્કૂલ નજીક વિસ્ફોટમાંથી એમ્બ્યુલન્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ ખૂબ જ ભયાનક હતો. રહેવાસી નસીર રહીમીએ જણાવ્યું હતું કે, તેણે ત્રણ જુદા-જુદા વિસ્ફોટોનો અવાજ સંભળ્યો હતો. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
આ પણ વાંચો : J-K: બારામુલામાં સૈન્યની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો, એક જવાન ઘાયલ
વિસ્ફોટ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ થયો હતો
રહીમીએ કહ્યું કે, વિસ્ફોટની તીવ્રતાને જોતા મોતનો આંકડો વધી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર, સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ થયો હતો અને તે સમયે છોકરીઓ સ્કૂલમાંથી નિકળી રહી હતી.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં ભાજપ નેતા પર આતંકી હુમલો, જવાન શહીદ
સ્કૂલ છોડી રહ્યા હતા ત્યારે જબરદસ્ત વિસ્ફોટ થયો
વિસ્ફોટમાં ઘાયલ થયેલા 15 વર્ષની વિદ્યાર્થીની જાહરાએ કહ્યું કે, હું મારા ક્લાસના મિત્રો સાથે હતી અને જ્યારે અમે સ્કૂલ છોડી રહ્યા હતા ત્યારે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો. 10 મિનિટ પછી ફરી ધડાકો થયો અને થોડીવાર પછી બીજો વિસ્ફોટ થયો.' કોઈ પણ સંગઠને તાત્કાલિક હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ ભૂતકાળમાં ઇસ્લામિક સ્ટેટે જ શિયા વસાહતી વિસ્તારમાં થયેલા હુમલાઓની જવાબદારી લીધી હતી.