અફઘાનિસ્તાનમાં ISISના આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં ISIS દ્વારા કરાયેલા બોમ્બ બ્લાસ્ટમાં હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે.
આતંકવાદ અટકાવવા માટે અફઘાનિસ્તાન સરકાર જરૂરી પગલા લઈ રહી છે. અફઘાનિસ્તાનમાં ISIS દ્વારા છાસવારે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે છે. જેમાં અત્યારસુધી હજારો લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. આ આતંકવાદીની ધરપકડ બાદ આ હુમલાઓમાં ઘટાડો થશે તેવી સરકારને આશા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને અફઘાનિસ્તાનના સંબંધ સારા છે. જે કારણે ઈસ્લામિક દેશ હોવા છતા ISIS અફઘાનિસ્તાનમાં હુમલા કરે છે. આ હુમલા પાછળ પાકિસ્તાન જવાબદાર હોય તેવી શંકા સેવાઈ રહી છે.