- ઈઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે આરપારની લડાઈ જોવા મળી
- બંનેએ એકબીજા પર રોકેટ છોડ્યા, હુમલામાં એક ભારતીય મહિલાનું પણ મોત
- ઈઝરાયલ તરફથી આતંકી સંગઠન હમાસ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે
ઈઝરાયલઃ ઈઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે આરપારની લડાઈ જોવા મળી રહી છે. બંને તરફ રોકેટ છોડવામાં આવી રહ્યા છે અને લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે ઈઝરાયલ તરફથી આતંકી સંગઠન હમાસ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ સંગઠને ઈઝરાયલ પર રોકેટ છોડ્યા હતા. આ તમામની વચ્ચે કેટલાક હેરાન કરી દે તેવા વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે, કઈ રીતે ઈઝરાયલના જબરદસ્ત 'આયરન ડોમ'એ મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી.
આ પણ વાંચો- કાબુલ એરપોર્ટ પાસે થયેલો રોકેટ હુમલો આતંકીઓએ નહીં, પરંતુ અમેરિકાએ કર્યો હતો: એજન્સી
યેરુશલમમાં હિંસા ભડક્યા પછી ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે પણ રોકેટ અને મોર્ટાર છોડ્યા હતા
ઈઝરાયલઃ ઈઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે લડાઈ ત્યારે શરૂ થઈ હતી. જ્યારે યેરુશલમની અલ-અક્સા મસ્જિદ પાસે હિંસા ભડકી હતી. ઈઝરાયલી સુરક્ષાબળો અને ફિલિસ્તીનિયો વચ્ચે શરૂ થયેલો સંઘર્ષ હવે લડાઈમાં પરિવર્તિત થઈ ચૂકી છે. સંગઠન હમાસના રોકેટ હુમલા પછી ઈઝરાયલે જોરદાર પલટવાર કરતા હવાઈ હુમલો કર્યો હતો. એક સમાચાર એજન્સીના રિપોર્ટ્સ અનુસાર, હિંસા ભડક્યા પછી ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે પણ રોકેટ અને મોર્ટાર છોડ્યા હતા. તેના જવાબમાં જ્યારે ફિલિસ્તીને પણ રોકેડ છોડ્યા તો ઈઝરાયલના 'આયરન ડોમ' એર ડિફેન્સ સિસ્ટમે જોરદાર પલટવાર કર્યો હતો. આ સિસ્ટમે 90 ટકા મિસાઈલો હવામાં જ નષ્ટ કરી દીધી હતી.
આ પણ વાંચો- 2 મહિનાની શાંતિ બાદ ઉત્તરી ઇરાકી એરપોર્ટ પર ડ્રોન હુમલો
'આયરન ડોમ' અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે
ફિલિસ્તીને તમામ રોકેટ ઈઝરાયલ પર છોડ્યા હતા, પરંતુ તેની અસર ખૂબ જ ઓછી જોવા મળી હતી. કારણ કે, ઈઝરાયલે મોટા ભાગના રોકેટ હવામાં જ નષ્ટ કરી દીધા હતા અને તેનું કારણ છે ઈઝરાયલનો અત્યાધુનિક 'આયરન ડોમ' એર ડિફેન્સ સિસ્ટમ છે. જાણવા મળ્યું છે કે, આ આયરન ડોમને વિશ્વની બેસ્ટ એન્ટી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ગણવામાં આવે છે. આને ઈઝરાયલની સરકારી રક્ષા એજન્સી રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ અને ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી છે. ટોપ ટેક્નિકવાળું આયરન ડોમ એક નાના અંતરની એર ડિફેન્સ સિસ્ટમ છે, જેને રોકેટ, તોપખાના અને મોર્ટારોને નષ્ટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ રક્ષા પ્રણાલી દરેક ઋુતુમાં કામ કરી શકે છે.
હમાસના રોકેટ હુમલામાં એક ભારતીય મહિલાનું પણ મોત
એક રિપોર્ટ્સ અનુસાર, ઈઝાયલે આને સૌથી પહેલા વર્ષ 2012માં સામેલ કર્યું હતું. રડારના માધ્યમથી આ દુશ્મનો માટે મિસાઈલો અને રોકેટને ઓળખી કાઢે છે અને ઘણા ઓછા સમયમાં તેને હવામાં જ નષ્ટ કરી દે છે. આપને જણાવી દઈએ કે, ફિલિસ્તીન અને ઈઝરાયલના સતત એકબીજા પર હુમલા ચાલુ જ છે અને લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. બંને તરફથી રોકેટ છોડવામાં આવી રહ્યા છે. ત્યારે હમાસના રોકેટ હુમલામાં એક ભારતીય મહિલાની પણ મોત થઈ છે. મહિલાનું નામ સૌમ્યા સંતોષ જાણવા મળ્યું છે, જે છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલમાં રહેતી હતી.