બેરોજગારી, ભ્રષ્ટાચાર મુદ્દે ઇરાકમાં ગત અઠવાડીયાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. શુક્રવારે ઇરાકની રાજધાની બગદાદમાં જ્યારે પ્રદર્શનકર્તાઓ હિંસક બન્યા તો ઇરાકી સુરક્ષા દળોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. શુક્રવાર સુધી હિંસક પ્રદર્શનમાં મરનારાઓની સંખ્યા વધીને 34 થઇ ચુકી છે, જ્યારે 1500થી વધારે ઘાયલ થયા છે.
અલ જજીરાના અનુસાર ઇરાકી ઇન્ડિપેન્ટેન્ટ હાઇ કમીશન ફોર હ્યુમન રાઇટ્સના એક સભ્ય અલી અલ બયાતીએ ગુરૂવારે રાત્રે પત્રકારોને જણાવ્યું કે બગદાદ અને કેટલાક અન્ય પ્રાંતોમાં ત્રણ દિવસના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં મરનારાઓની સંખ્યા બે સુરક્ષા કર્મચારીઓ સહિત વધીને 34 થઇ ચુકી છે, 1500થી વધુ ઘાયલ થયા છે જેમાં માં 40થી વધુ સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.