ETV Bharat / international

ઈરાને નતાંજ અણુ સાઇટને પરમાણુ આતંકવાદ ગણાવ્યો

યુરેનિયમથી સેન્ટ્રીફ્યુજને લોન્ચ કરવાના આગલા જ દિવસે ઇરાનમાં તેહરાનમાં નતાંજ પરમાણુ કેન્દ્રમાં એક અકસ્માત થયો હતો. ઈરાનના નાગરિક અણુ કાર્યક્રમના વડાએ દેશના એનટીજન પરમાણુ એકમમાં વીજ પુરવઠો વિક્ષેપને "પરમાણુ આતંકવાદ" ગણાવ્યો છે.

પરમાણુ આતંકવાદ
પરમાણુ આતંકવાદ
author img

By

Published : Apr 12, 2021, 8:51 AM IST

  • યુરેનિયમથી સેન્ટ્રીફ્યુજને લોન્ચ કરવાના આગલા દિવસે પરમાણુ કેન્દ્રમાં અકસ્માત થયો
  • દુર્ઘટનામાં કોઇના મૃત્યુ કે રેડિયોએક્ટિવ તત્વો ફેલાવવાની ખબર નથી
  • કેન્દ્રના પાવર ડિસ્ટ્રિબ્યુશન ગ્રીડમાં સમસ્યાને કારણે આ અકસ્માત થયો

દુબઇ : નવા આધુનિક યુરેનિયમથી સેન્ટ્રીફ્યુજને લોન્ચ કરવાના આગલા જ દિવસે ઇરાનમાં તેહરાનમાં નતાંજ પરમાણુ કેન્દ્રમાં એક અકસ્માત થયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઇના મૃત્યુ કે રેડિયોએક્ટિવ તત્વો ફેલાવવાની ખબર નથી. પરંતુ વીજ પુરવઠો ખોરવાયો હતો. કેન્દ્રના પાવર ડિસ્ટ્રિબ્યુશન ગ્રીડમાં સમસ્યાને કારણે આ અકસ્માત થયો છે. જ્યારે ઘણા ઇરાની નિષ્ણાંતો તેને શંકાસ્પદ માની રહ્યા છે.

દેશના એનટીજન પરમાણુ એકમમાં વીજ પુરવઠા વિક્ષેપને "પરમાણુ આતંકવાદ" ગણાવ્યો

ઈરાનના નાગરિક અણુ કાર્યક્રમના વડાએ દેશના એનટીજન પરમાણુ એકમમાં વીજ પુરવઠો વિક્ષેપને "પરમાણુ આતંકવાદ" ગણાવ્યો છે. વીજ પુરવઠો અટકી પડતાં તણાવ વધવાની સંભાવના છે. સિવિલ અણુ કાર્યક્રમના વડા અલી અકબર સાલેહીએ રવિવારે રાત્રે ઈરાનના રાજ્ય ટેલિવિઝન પર એક સમાચારમાં આ ટિપ્પણી કરી હતી. સાલેહીની ટિપ્પણીથી પશ્ચિમ એશિયામાં તણાવ વધી શકે છે.

પરમાણુ કેન્દ્રમાં અકસ્માત
પરમાણુ કેન્દ્રમાં અકસ્માત

આ પણ વાંચો : ઇરાન: તેહરાનમાં યુક્રેનનું વિમાન ક્રેશ, 170 લોકોના મોત

ઇઝરાઇલી મીડિયાના દેશની સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓ સાથે ગાઢ સંબંધો

કેટલાંક ઇઝરાઇલી મીડિયા ગૃહોએ પણ આકારણી કરી હતી કે, સાયબર એટેકથી નતાંજામાં અંધકાર છવાઇ ગયો અને સંવેદનશીલ સેન્ટ્રિફ્યુજેસ પરમાણુ એકમને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. યુનિટમાં વીજ પુરવઠો બંધ થવાને કારણે કામમાં વિક્ષેપ પડ્યો છે. ઇઝરાઇલી મીડિયાના દેશની સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓ સાથે ગાઢ સંબંધો છે.

ઇઝરાઇલની મોસાદ જાસૂસી એજન્સીએ ઈરાનના નતાંજ પરમાણુ એકમ સામે સાયબર હુમલો કર્યો

ઇઝરાઇલના જાહેર રેડિયોએ રવિવારે અજ્ઞાત ગુપ્તચર સ્રોતોને ટાંકીને જણાવ્યું છે કે, ઇઝરાઇલની મોસાદ જાસૂસી એજન્સીએ ઈરાનના નતાંજ પરમાણુ એકમ સામે સાયબર હુમલો કર્યો હતો. ઇફ્શાં રણમાં બનાવવામાં આવેલ ભૂગર્ભ પરમાણુ કેન્દ્રને ઇરાનની યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમનું કેન્દ્ર માનવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અણુ એનર્જી એજન્સી (IAE) દ્વારા તેનું નિરીક્ષણ કરી રહી છે.

આ પણ વાંચો :ઈરાને આડકતરી રીતે ભારત પર કર્યો કટાક્ષ, કહ્યું - પરવાનગી લઇને સંબંધ ચાલતો નથી

ઘટના શંકાસ્પદ છે અને ડર છે કે પરમાણુ કેન્દ્રમાં ઘૂસણખોરી કરીને તેને ચલાવી શકાય

એજન્સીએ અત્યારે કોઈ માહિતી આપવાની મનાઇ કરી દીધી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાન પર સતત તેના પરમાણુ કાર્યક્રમના આધાર પર દબાણ લાવી રહ્યું છે. અહીં નવા સેન્ટ્રિફ્યુઝ રજૂ કરીને યુરેનિયમ સંવર્ધનને વેગ આપવાનો લક્ષ્ય હતો. ઈરાનના એક સાંસદસભ્ય શારિયતી નિસારે ભય વ્યક્ત કર્યો છે કે, આ ઘટના શંકાસ્પદ છે અને ડર છે કે પરમાણુ કેન્દ્રમાં ઘૂસણખોરી કરીને તેને ચલાવી શકાય છે. તે ઈરાનની સંસદીય એનર્જી સમિતિના પ્રવક્તા પણ છે. તેમણે કહ્યું કે, ધારાસભ્યો આ વિશે વિસ્તૃત માહિતી લઈ રહ્યા છે.

તપાસકર્તાઓ દ્વારા હુમલાની શ્રેણીમાં રાખવામાં આવ્યો

નાતાંજ પરમાણુ કેન્દ્ર હંમેશાં ઇરાન પર હુમલાઓ માટે શંકાશીલ હોય છે. તેથી તેને હવાઈ હુમલાથી બચાવવા તેને ભૂગર્ભ રાખવામાં આવ્યો હતો. તે જ સમયે, ગયા વર્ષે જુલાઈમાં અહીં એક વિસ્ફોટ થયો હતો. જેને તપાસકર્તાઓ દ્વારા હુમલાની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. ઈરાનના નેતાઓ આ માટે ઇઝરાઇલને દોષી ઠેરવે છે. 2010ના સ્ટક્સનેટ કમ્પ્યુટર વાયરસ હુમલો અને ઈરાની વૈજ્ઞાનિકની હત્યા પાછળ પણ તેનો હાથ હોવાનું કહેવાય છે. જોકે, ખુદ ઇઝરાઇલે ક્યારેય કોઈ પણ હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ તાજેતરમાં બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનને તેના દેશ માટે મોટો ખતરો ગણાવવાનું શરૂ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.