ઈટીવી ભારતના એડિટર ઈન ચીફ નિશાંત શર્માએ તેમની સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વીરાસિંધેએ જણાવ્યું હતું કે, શ્રીલંકા તમામ માટે ખુલ્લું છે. ભારત સહિત અનેક દેશો કોલંબોમાં અનેક પ્રોજેક્ટને શરુ કર્યા છે. જેમાં નવી દિલ્હી ઘણું સારુ કરી રહ્યું છે.
તેમણે વધુમાં આગળ જણાવ્યું હતું કે, ભારત અને શ્રીલંકા વચ્ચે હજારો વર્ષોથી સંબંધ છે. જ્યારે પણ જરુર પડી બંને દેશોએ એક બીજાની મદદ કરી છે. તેમણે કહ્યું કે, બેઈઝીંગ સાથે વધતા સંબંધોને કારણે આપણા સંબંધોમાં જરા પણ આંચ નહીં આવે. મને આશા છે કે, ભારત આવનારા સમયમાં કોલંબોમાં હજું પણ વધારે રોકાણ કરશે.
જ્યારે તેમને પુંછવામાં આવ્યું કે, ચીન શ્રીલંકાને પોતાના દેવાતળે ફસાવી શકે છે, તેના પર વીરાસિંધે કહ્યું કે, શ્રીલંકા પર બહારનું દેવું ઓછું છે. જે 10 ટકાથી પણ ઓછું છે. તેથી આપણા માટે આ કોઈ ચિંતાનો વિષય નથી. તેમણે આગળ જણાવ્યું હતું કે, વિકાસશીલ દેશ હોવાના નાતે અમને વધુમાં વધું રોકાણ મળવું જોઈએ. અન્ય દેશોની સાથે ચીન પણ અહીં રોકાણ કરી રહ્યું છે. ચીનની કંપની તથા અહીંની કંપનીઓએ શ્રીલંકામાં રોકાણ કર્યું છે. આગળ તેમણે જણાવ્યું હતું કે, મને આશા છે કે, ભારતીય કંપનીઓ અને ભારત સરકાર બંને શ્રીલંકા માટે વધુમાં વધુ કામ કરશે.
વધતા દેવા વિશે જ્યારે તેમને પુંછવામાં આવ્યું કે, કેવી રીતે તેનાથી છૂટકારો મેળવશો, વીરાંસિધે જણાવ્યું હતું કે, અમારુ ફોક્સ વિદેશી રોકાણ વધારવું તથા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ છે. તેમના અનુસાર બીજા એશિયાઈ દેશોની માફક આપણી આર્થિક નીતિ અને વધારે ઉદારીકરણ કરવાની જરુર છે. જેથી મોટા માત્રામાં અહીં રોકાણકારો આવી શકે. વ્યક્તિગત રોકાણકારોને આકર્ષવા માટે અમારે પ્રોતસાહન આપવાની જરુર છે. ભારત તથા પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશોની કંપનીઓ પણ તેમા સામેલ છે.
વીરાસિંધે આગળ જણાવ્યું હતું કે, નવા રાષ્ટ્રપતિને આ બધા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જેને ધ્યાન રાખી આર્થિક નીતિ બનાવવી પડશે. પર્યટન, કૃષિ નિકાસ અને અન્ય ક્ષેત્રો પર પણ ધ્યાન આપવું પડશે. મને આશા છે કે, શ્રીલંકા આવું કરવામાં સફળ થશે.
અન્ય દેશોની સાથે રાજકીય સંબંધો વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, નવા રાષ્ટ્રપતિને તમામ દેશો સાથે સારા સંબંધ રાખવા પડશે. પણ એશિયાઈ દેશો સાથે ખાસ કરીને વધુ મહત્વ આપવું પડશે. મને આશા છે કે, નવા રાષ્ટ્રપતિ પાડોશી દેશો સાથે સારા સંબંધો રાખશે. વર્તમાન સંબંધોને નવી ઉંચાઈ આપશે.
ચીન સાથે વધતી પરસ્પરતાને નવા પરિપ્રેક્ષ્યમાં જ્યારે તેમને પુંછવામાં આવ્યું કે, ભારત કેવી રીતે સંબંધો વધુ સારા બનાવી શકે, તો તેમણે કહ્યું હતું કે, ભારત અને શ્રીલંકા વચ્ચે ગાઢ રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. મને આશા છે કે, આર્થિક સંબંધ પણ જરુર સારા થશે. આગામી પાંચ વર્ષમાં આપણે આપણા સંબંધોને વધારે મજબૂત અને સફળ બનાવવામાં સાકાર થઈશું. તથા તેની નવી ઉંચાઈ સુધી પણ લઈ જઈશું.