- ઈન્ડોનેશિયાની રાજધાનીની જકાર્તા નજીક આવેલી એક જેલમાં આગ લાગી
- આગના કારણે 41 લોકોના મોત, 39 લોકો દાઝી ગયા
- ન્યાય મંત્રાલયના સુધાર વિભાગના પ્રવક્તા રિકા અપરિઆંતીએ આપી માહિતી
જકાર્તાઃ ઈન્ડોનેશિયાની રાજધાનીની નજીક બુધવારે એક જેલમાં અચાનક જ આગ લાગી હતી, જેના કારણે 41 લોકોના મોત થયા છે. જ્યારે 39 લોકો આગની ઝપેટમાં આવવાથી દાઝી ગયા છે. ન્યાય મંત્રાલયના સુધાર વિભાગના પ્રવક્તા રિકા અપરિઆંતીએ કહ્યું હતું કે, આ આગ રાજધાનીના બહારના વિસ્તારમાં આવેલા તાંગરાંગ જેલના 'સી બ્લોક'માં લાગી હતી. આ જેલમાં વ્યસની પદાર્થોની તસ્કરીથી જોડાયેલા ગુનેગારોને રાખવામાં આવે છે. અધિકારી આગ લાગવાના કારણ અંગે તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો- બોરીવલી પશ્ચિમ રહેણાંક વિસ્તારમાં કેબિનમાં લાગી આગ, જૂઓ વીડિયો...
જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓને રાખવામાં આવ્યા
તેમણે જણાવ્યું હતું કે, આ જેલની ક્ષમતા 1,225 કેદીઓ રાખવાની છે, પરંતુ અહીં 2 હજારથી વધુ કેદીઓને રાખવામાં આવ્યા હતા. આગ લાગવા સમયે જેલના સી બ્લોકમાં 122 કેદી હતા. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સૈનિકો આગ બુઝવવાના કામમાં લાગ્યા છે.
આ પણ વાંચો- સરીગામની રબ્બર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી
કલાકોની મહેનત પછી આગ બુઝાઈ
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અનેક કલાકોની મહેનત પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો અને દરેક કેદીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.