ખાદ્ય તેલ ઉદ્યોગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, દેશ પ્રથમ આવે છે અને કારોબારી સંબંધ બાદમાં. કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદનને લઈને દેશના કારોબારી મલેશિયાથી નારાજ છે. તેથી, તેઓએ આવતા મહિના માટે પામ ઓઇલ આયાતનાં સોદા બંધ કરી દીધા છે.
સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશનના કાર્યકારી નિર્દેશક ડૉ.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, "આપણા માટે દેશ પ્રથમ આવે છે અને વ્યાપારિક સંબંધ પછી. મલેશિયાથી પામ ઓઇલની આયાત કરવી એ અમારી મજબૂરી પણ નથી કારણ કે મલેશિયાને બદલે ઇન્ડોનેશિયાથી પામ ઓઇલ આયાત કરવા માટેના અમારા વિકલ્પો ખુલ્લા છે. "
મહાથિર મોહમ્મદે કહ્યું કે, ભારતનું આ કરવા પાછળનું કારણ ભલે કંઈ પણ હોય પરંતુ તે ખોટું છે. ભારતે પાકિસ્તાન સાથે મળી સમસ્યાનું સમાધાન કરવું જોઈએ.