ETV Bharat / international

ભારત પાકિસ્તાનને હુમલાની ધમકી આપી રહ્યું છેઃ પાકિસ્તાન વિદેશપ્રધાન મહેમૂદ કુરેશી - જમ્મુ કાશ્મીર

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ ભારત પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં જમ્મુ-કાશ્મીરની હાલત ખૂબ જ ખરાબ છે. ત્યાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભારત જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓની બહુમતી વધારવા તરફ કામ કરી રહ્યું છે. આ ઉપરાંત ભારત પાકિસ્તાનને પણ હુમલાની ધમકી આપી રહ્યું છે.

ભારત પાકિસ્તાનને હુમલાની ધમકી આપી રહ્યું છેઃ પાકિસ્તાન વિદેશમંત્રી મહેમૂદ કુરેશી

author img

By

Published : Sep 22, 2020, 5:17 PM IST

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓર્ડિનેશન (OIC)ને કાશ્મીરની પરિસ્થિતિ અંગે સતર્ક કરતા જણાવ્યું કે, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પોતાની નિવેદનબાજી તેજ કરી દીધી છે. તે સૈન્યને હુમલાની ધમકી પણ આપી રહ્યું છે.

સોમવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની યોજાયેલી બેઠક દરમિયાન કુરેશીએ OICના સંપર્ક સમુહથી વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કુરેશીએ વધુમાં કહ્યું કે, ભારતના જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોની સ્થિતિ ખૂબ જ ખરાબ થતી જાય છે. OICની મીટિંગમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ સંપર્ક સમૂહના સભ્યોએ જમ્મુ અને કાશ્મીરમાં માનવ અધિકાર અને ત્યાંના લોકોની પરિસ્થિતિ અને લાઈન ઓફ કંટ્રોલની સ્થિતિની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશપ્રધાન મેસેજ વાચતા પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે કહ્યું કે, ભારતમાં આરએસએસ-ભાજપના શાસનવાળા કાશ્મીરમાં અંતિમ સમાધાન લાગૂ કરવાના દાવા સાથે લોકોનું પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. માર્ચ પછી 1.6 મિલિયન નિવાસસ્થાનોનું પ્રમાણપત્ર જાહેર કરવાનો મતલબ એક છે કે, ભારત મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીરને હિન્દુ બહુમતી ધરાવતો વિસ્તાર બનાવવા માગે છે. કુરેશીએ નાના બાળકની જેમ રોદણા રોતા કહ્યું, ભારત કાયદાના માધ્યમથી ઉર્દૂ ભાષાને સત્તાવાર રીતે બદલી રહ્યું છે.

ભારતના કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના ભારતના દાવાને પાકિસ્તાનના વિદેશપ્રધાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા મહિને થયેલી માનવ અધિકાર પરિષદે પણ માન્યુ છે કે, કાશ્મીરમાં માનવ અધિકારની સ્થિતિ બગડી રહી છે. નકલી તોફાનો, તલાશી અભિયાનમાં ઘણા યુવા કાશ્મીરીઓને મારી નાખવામાં આવ્યા. આ તમામ બાબતો કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. પાકિસ્તાનને ડર છે કે ભારત પાકિસ્તાન પર આક્રમણ કરવા માટે પણ અભિયાન ચલાવી શકે છે. ભારતે તાત્કાલિક કાશ્મીરમાંથી પોતાના સૈનિકોને હટાવી લેવા જોઈએ. જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓની મનમાનીથી ધરપકડ કરાયેલા કાશ્મીરીઓને તરત મુક્ત કરવા જોઈએ. આ સાથે જ ભારતે 5 ઓગસ્ટ 2019એ જાહેર કરાયેલા તમામ કાર્યોને રોકી દેવા જોઈએ તેમ જ સંદેશા વ્યવહાર, આંદોલન અને શાંતિપૂર્ણ વિધાનસભા પર કરાયેલા તમામ પ્રતિબંધો ભારતે હવે હટાવી લેવા જોઈએ. આંતરરાષ્ટ્રીય મિશનો અને મીડિયાને કાશ્મીરના લોકોના માનવ અધિકારોના ઉલ્લંઘનની તપાસ કરવા માટે અનુમતી પણ આપી દેવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.