પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના તાજેતરના ભાષણમાં PoKને (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) લઈને ભારતનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પોતાના ભાષણમાં ઈમરાન ખાને કહ્યું કે, જો ભારત હુમલો કરશે તો પાકિસ્તાનની સેના ભારતનો મુકાબલો કરવા તૈયાર છે.
ઈમરાન ખાને કહ્યું કે, 'પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ તેને આશ્વાસન આપ્યું છે કે, જો ભારત આઝાદ કાશ્મીર પર (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) હુમલો કરશે તો પાકિસ્તાનની સેના ભારતનો મુકાબલો કરવા તૈયાર છે'.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પિંડ દાદન ખાન વિસ્તારમાં પોતાની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ પાકિસ્તાનની એક રેલીમાં ઈમરાન ખાને ભારતના આંતરિક મામલાઓમાં દખલ કરતી વાત કરી હતી. ઈમરાનના ભાષણમાં ભારતની જવાબી કાર્યવાહીનો ડર સ્પષ્ટ જણાઈ રહ્યો હતો કે, ભારત હવે કોઈ પણ સ્થિતિમાં શાંત નહીં રહે અને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો કોઈ મોકો નહીં છોડે.
ભારતના નાગરિકતા સંશોધન એક્ટનો ઉલ્લેખ કરતાં ઈમરાન ખાને કહ્યું કે, 'હું આપને જણાવી રહ્યો છું કે, ભારતના પીએમ નરેન્દ્ર મોદી CAAનો ઉપયોગ PoKમાં કોઈ કાર્યવાહી કરવા માટે કરશે. મેં આ વાત જનરલ બાજવાને કરી છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાની સેના ભારતનો મુકાબલો કરવા તૈયાર છે.