કોલંબોઃ કુવૈતથી કાચા તેલ લઇને ભારત આવી રહેલા ટેન્કર પોતમાં શ્રીલંકાની નજીક પહોંચ્યા બાદ ભિષણ આગ લાગી હતી. નૌસેનાના એક પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. શ્રીલંકાની નૌસેનાના પ્રવક્તા કેપ્ટન ઇન્ડિકા સિલ્વાએ જણાવ્યું કે, પનામામાં પંજીકૃત ટેન્કર 'ન્યૂ ડાયમંડ' કુવૈતથી 2,70,000 મીટ્રિક ટન ઇંધણ તેલ લઇને ભારત જઇ રહ્યું હતું, પરંતુ પૂર્વી જિલ્લા અંપારામાં સંગમનકંડાના તટ પર ગુરૂવારે તેના એન્જિન કક્ષમાં આગ લાગી હતી.
વધુમાં જણાવીએ તો આગને સફળતાપૂર્વક કાબુમાં લેવામાં આવી હતી. ICG જહાજ શોર્યએ સતત આગ બુઝાવવા માટે સીમા પર કુલિંગ કર્યુ હતું. નૌસેાનએ જણાવ્યું કે, ચાલક દળના એક સભ્ય લાપતા છે, જે ફિલિપીનના છે. ફિલિપીનના જ એક અન્ય નાગરિકને બચાવી લેવામાં આવ્યા છે. એક એન્જિનિયર ઇજાગ્રસ્ત છે, જેને પૂર્વી પ્રાંતના કાલમુનઇમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. નૌસેનાએ ટેન્કરના કૈપ્ટન અને ચાલકદળના એક સભ્યને બચાવી લીધો છે. વિસ્તારમાં લંગર નાખનારા પોત એમવી હેલેને ન્યૂ ડાયમંડથી ચાલક દળના 19 સભ્યોને બચાવ્યા છે. જેમાંથી ત્રણ યૂનાની અને 16 ફિલિપીનના નાગરિક છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આગ બુઝાવવા અને બચાવ અભિયાન માટે ઓછામાં ઓછા ચાર પોત મોકલવામાં આવ્યા હતા.
નૌસેનાના પોત ત્રિકોમાલીના પૂર્વી બંદરગાહ અને હંબનટોટાના દક્ષિણી બંદરગાહથી મોકલવામાં આવ્યા હતા. ટેન્કરમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે જ્યારે શ્રીલંકાની નૌસેનાની મદદ માગવા આવી ત્યારે ભારતીય તટ રક્ષકે પોતાની ત્રણ ટીમ અને એક ડોનિયર વિમાન મોકલ્યું હતું. ભારતીય તટ રક્ષક બળે કહ્યું કે, બચાવ અભિયાન તાત્કાલિક જ શરૂ કરવામાં આવ્યું હતું અને ન્યૂ ડાયમંડ પર લાગેલી આગને બુઝાવવામાં સહાયતા કરવા માટે તરત જ શોર્ય, સારંગ તથા સમુદ્ર ટીમ અને એક ડોર્નિયર વિમાન રવાના કરવામાં આવ્યું હતું.
પ્રવક્તાએ જણાવ્યું કે, હંબનટોટા બંદર પર 31 ઓગસ્ટે લંગર નાખનારા બે રુસી પનડુબ્બી રોધી યુદ્ધપોતોને પણ આગ બુઝાવવાના અભિયાનમાં લગાવવામાં આવ્યા હતા. સિલ્વાએ જણાવ્યું કે, ન્યૂ ડાયમંડના એન્જિન કક્ષમાં જ્યારે આગ લાગી ત્યારે ટેન્કર પોત પર ચાલક દળના 24 સભ્યો હતા.
મરીન એન્વાયર્નમેન્ટલ પ્રોટેકશન ઓથોરિટી (એમઇપીએ) એ કહ્યું કે, ઓઇલ ટેન્કર કુવૈતથી 2,70,000 મેટ્રિક ટન તેલ લઇને ભારત આવી રહ્યું હતું. એમઈપીએના પ્રમુખ ધરશીની લંડપુરાએ જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લેવા નૌકાદળના જહાજોને 1,00,000 લિટર પાણી આપવામાં આવ્યું હતું. શ્રીલંકા એરફોર્સને પણ મદદ માટે તૈનાત કરવામાં આવી હતી. તેમનો એક હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં સામેલ હતો.
રશિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સી ટાસ અનુસાર, શિપિંગ ક્રૂના બે સભ્યો સિવાય તમામ કર્મચારીઓ ટેન્કર છોડી ગયા હતા અને દરિયામાં બચાવ બોટમાં સવાર છે.