યુનાઈટેડ નેશનલ પાર્ટીના નેતા પ્રેમદાસાએ કહ્યુ કે, જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાય તો બહુમત મેળવેલામાંથી વડાપ્રધાન કોણ બનશે તનો નિર્ણય સાસંદ કરશે.
તમને જણાવી દઇએ કે, 16 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં પ્રેમદાસા અને મુખ્ય વિરોધી પક્ષ ગોતાભય રાજપક્ષે વચ્ચે કટ્ટર હરીફાઈ છે. રાજપક્ષેએ પણ વિક્રમસીંધેને હટાવીને તેના ભાઈ અને મહિંદાને વડાપ્રધાન બનાવવાની વાત કરી છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા 2015 માં ત્રીજી વખત ચૂંટણી જીતી શક્યા ન હતા, તેઓ પદ પર બન્યા રહેવાની મર્યાદા સંબંધિત નવી બંધારણીય જોગવાઈ હેઠળ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર રહી શક્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચુંટણીના પરિણામોની સંસદની રચના તેમજ મંત્રીમંડળ અને વડાપ્રધાનના પદની નિમણુકમાં કોઈ અસર નહિ પડે.