કરાચી: પાકિસ્તાનના કરાચીમાં 22 મેના રોજ પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ (પીઆઈએ) ના પેસેન્જર વિમાનને દુર્ઘટના નડી હતી, જેનું કારણ માનવીય ખામી હતી. પાકિસ્તાનના ઉડ્ડયન પ્રધાને બુધવારે સંસદમાં કહ્યું હતું કે વિમાનના પાયલટ્સ વિચલિત થઈ ગયા હતા અને ફ્લાઇટ દરમિયાન કોરોના વાઇરસ અંગે ચર્ચા કરી રહ્યા હતા.
પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે કે, આ અકસ્માત કોઈ તકનીકી ખામીને કારણે નથી, પરંતુ વિમાનના કોકપિટ ક્રૂ અને એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) ની બેદરકારીને કારણે થયો છે.
સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉડ્ડયન વિભાગને સોંપેલા પ્રાથમિક તપાસ અહેવાલમાં જણાવાયું છે કે, વિમાનમાં દેખીતી રીતે કોઈ તકનીકી ખામી ન હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે પાયલટનું ધ્યાન કેન્દ્રિત ન હતું અને આ કારણે વિમાન ક્રેશ થયું હતું.
પ્રધાને કહ્યું કે. પાયલટોએ વિમાનની ઉંચાઈ સંબંધિત હવાઈ ટ્રાફિક નિયંત્રણ સૂચનોની અવગણના કરી હતી. તેમણે કહ્યું, "પાયલટ અને એટીસી બંનેએ પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું."
તેમણે કહ્યું, 'પાયલટ્સ ફ્લાઇટ દરમિયાન કોરોના વાઇરસ વિશે ચર્ચા કરી રહ્યા હતા. તેનું ધ્યાન ન હતું. તેઓ કોરોના વાઇરસ વિશે, તેમના પરિવારોના અસરગ્રસ્ત થવાની વાત કરી રહ્યા હતા.’
આ અકસ્માતમાં કુલ 99 લોકોમાંથી 97 લોકોનાં મોત નીપજ્યાં હતાં.